હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૯ કેરેટ સોનાના હોલમાર્કિગથી ફેશન અને હીરાના ઝવેરાત માટે એક નવું બજાર ખુલશેઃ સેન્કોના સીઈઓ

સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી અને સીઈઓ શુભંકર સેને જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ૯ કેરેટ સોનાની હોલમાર્કિગની રજૂઆત એક સ્વાગતપાત્ર પગલું છે જે સસ્તા જ્વેલરી સેગમેન્ટમાં, ખાસ કરીને ડાયમંડ અને ફેશન જ્વેલરીમાં નવી તકો ખોલશે.
સરકારે ૯ કેરેટ સોનાના દાગીનાના હોલમાર્કિગને પણ મંજૂરી આપી છે. જે જુલાઈ ૨૦૨૫ થી એટલે કે આ મહિનાથી જ અમલમાં આવશે.
સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના એમડી અને સીઈઓ શુભંકર સેને જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ૯-કેરેટ સોનાની હોલમાર્કિગની રજૂઆત એક સ્વાગતપાત્ર પગલું છે જે સસ્તા જ્વેલરી સેગમેન્ટમાં, ખાસ કરીને ડાયમંડ અને ફેશન જ્વેલરીમાં નવી તકો ખોલશે.
૯ કેરેટમાં લગભગ ૩૭.૫% સોનું હોય છે, અને બાકીનું મિશ્ર ધાતુનું બનેલું હોય છે. જો ૨૪ કેરેટ સોનાની કિમત પ્રતિ ૧૦૦ ગ્રામ રૂા.૧ લાખ હોય, તો ૯ કેરેટની કિમત લગભગ રૂા.૩,૭૫૦ થી રૂા.૩,૮૦૦ થશે,: શુભંકર સેને જણાવ્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું આંતરરાષ્ટ્રીય વલણોને પ્રતિબિબિત કરે છે, ખાસ કરીને યુકે અને યુએસ જેવા બજારોમાં, જ્યાં ૯ અને ૧૦ કેરેટના દાગીના સામાન્ય છે.
આ ફેરફારથી ડાયમંડ અને સ્ટડેડ જ્વેલરી શ્રેણીને મોટો વેગ મળવાની અપેક્ષા છે. શુભંકર સેને કહ્યું, લોકો હવે ૧૪ કેરેટના હીરા ખરીદી રહ્યા છે. સોનાના ભાવમાં વધારા સાથે, હીરાની વેચાણ ક્ષમતા પણ વધશે.
તેમનું માનવું છે કે ઓછા કેરેટની વસ્તુઓનો સમાવેશ થવાથી યુવા પેઢી અને બજેટ પ્રત્યે સભાન ગ્રાહકો માટે પોષણક્ષમતા અને વિકલ્પોમાં વધારો થશે. આ રોજિદા વષો અથવા ભેટ તરીકે રૂા.૩૦,૦૦૦ કે રૂા.૨૦,૦૦૦ થી ઓછી કિમતની વસ્તુઓ માટે એક સારું પગલું છે.
જોકે, સેને સ્પષ્ટતા કરી હતી કે ૯-કેરેટના ઘરેણાં સોનાના રોકાણકારો માટે નથી. આ તે લોકો માટે છે જેઓ હીરા અને ફેશન જ્વેલરી ખરીદે છે, તેમણે કહ્યું. તેમણે તેને ૨૨-કેરેટ લગ્ન અથવા પરંપરાગત ઘરેણાંથી અલગ ગણાવ્યું જે હજુ પણ મહત્વપૂર્ણ પ્રસંગો માટે પ્રમાણભૂત છે. તેમણે વધુમાં ઉમેર્યું, હવે, ઝવેરીઓ અને ગ્રાહકો બંને તરીકે અમારી પાસે ૯-કેરેટ પ્રદાન કરવાનો વિકલ્પ પણ છે જેના આધારે રત્નો, હીરા અને અન્ય પત્થરોનો ઉપયોગ કરી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
