<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ઉપરાષ્‍ટ્રપતિ બાદ વધુ એક મોટુ રાજીનામુ : ગીતા ગોપીનાથને IMFને કર્યા રામરામ

હવે હાર્વર્ડમાં ભણાવશે : તૈયાર કરશે ભાવિ અર્થશાસ્‍ત્રી

ન્‍યુયોર્ક, તા.૨૨: ઇન્‍ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) ના પ્રથમ ડેપ્‍યુટી મેનેજિગ ડિરેક્‍ટર ગીતા ગોપીનાથે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદાય લેતી વખતે ગીતાએ જાહેરાત કરી હતી કે તે ફરીથી હાર્વર્ડ યુનિવર્સિટીમાં જોડાવા માગે છે. તે યુનિવર્સિટીના અર્થશાષા ફેકલ્‍ટીનો ભાગ બનવા માંગે છે. આઈએમએફ એ ગીતાના રાજીનામાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ગીતા ગોપીનાથના ઉત્તરાધિકારીની જાહેરાત યોગ્‍ય સમયે કરવામાં આવશે. ઉલ્‍લેખનીય છે કે ગીતા ગોપીનાથ આઇએમએફ માં સેવા આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી જાહેર રજા પર છે.

કોરોના દરમિયાન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગીતા ગોપીનાથે કોરોના રોગચાળા દરમિયાન વિશ્વને આર્થિક મંદીમાંથી બહાર કાઢવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે વિશ્વને જણાવ્‍યું હતું કે કોરોના રોગચાળા દરમિયાન રસીકરણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે કામ કરવું. ગીતાએ આઈએમએફ, વિશ્વ બેંક, ડબલ્‍યુટીઓ અને વિશ્વ આરોગ્‍ય સંગઠન સાથે મળીનેબહુપક્ષીય ટાસ્‍ક ફોર્સ તૈયાર કરી હતી. ગીતાની યોજના અનુસાર, રસી બનાવવાથી લઈને તેના વિતરણ સુધીની સમસ્‍યાઓનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

ગીતા ગોપીનાથ ભારતીય-અમેરિકન અર્થશાષી છે. ગીતાનો જન્‍મ ભારતના પヘમિ બંગાળના કોલકાતા શહેરમાં થયો હતો, પરંતુ તે કર્ણાટકના મૈસુરમાં મોટી થઈ હતી. તેના પિતાનું નામ ટીવી ગોપીનાથ છે. જે કેરળના કન્નુર જિલ્‍લામાં ખેડૂત અને ઉદ્યોગપતિ હતા. તેની માતા વીસી વિજયલક્ષ્મી પ્‍લેહાઉસ ચલાવતા હતા. ગીતા ગોપીનાથ દિલ્‍હી સ્‍કૂલ ઓફ ઇકોનોમિક્‍સના સહાધ્‍યાયી ઇકબાલ સિહ ધાલીવાલ સાથે લગ્ન કર્યા હતા, જે હાલમાં મેસેચ્‍યુસેટ્‍સ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) ખાતે અબ્‍દુલ લતીફ જમીલ પોવર્ટી એક્‍શન લેબના મેનેજિગ ડિરેક્‍ટર છે. તેમના પુત્રનું નામ રાહિલ છે. ગીતા આઈએમએફમાં નંબર-૨ ચેર સંભાળનાર પ્રથમ મહિલા હતી. ગીતા ગોપીનાથ ત્‍પ્‍જ્‍ ના ચીફ ઇકોનોમિસ્‍ટ બનનાર પ્રથમ મહિલા છે. ગીતા નેશનલ બ્‍યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચમાં ઇન્‍ટરનેશનલ ફાઇનાન્‍સ એન્‍ડ મેક્રોઇકોનોમિસ પ્રોગ્રામના સંયુક્‍ત ડિરેક્‍ટર હતા. તે ફેડરલ રિઝર્વ બેંક ઓફ બોસ્‍ટનમાં વિઝિટિગ સ્‍કોલર અને ન્‍યૂ યોર્ક ફેડરલ રિઝર્વ બેંકના ઇકોનોમિક એડવાઇઝરી પેનલના સભ્‍ય હતા.

તેઓ ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી કેરળના મુખ્‍યમંત્રીના આર્થિક સલાહકાર હતા.

તેઓ ભારતના નાણા મંત્રાલય માટે જી-૨૦ બાબતો પર સલાહકાર જૂથના સભ્‍ય હતા. આઈએમએફ ના પ્રથમ મુખ્‍ય અર્થશાષી તરીકે, ગીતાએ ૧૩ વિશ્વ આર્થિક લ્લષ્ટિકોણ રજૂ કર્યા, જેમાં કોરોનાની આર્થિક અસરોની આગાહીઓનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો હતો. તેમણે વર્ષ ૨૦૨૦ની વૈશ્વિક મંદીને ‘ધ ગ્રેટ લોકડાઉન' નામ આપ્‍યુ.

(3:48 PM IST)