<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

તમિલ સુપરસ્ટાર અજિતકુમારને નડ્યો ભયંકર અકસ્માત : કારનો કચ્ચરઘાણ : રેસમાંથી બહાર

ઇટાલીમાં યોજાયેલી GT4 યુરોપિયન સિરીઝ રેસ દરમિયાન ભયાનક અકસ્માત : અજિતકુમારને સિનેમા અને મોટર સ્પોર્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.

તામિલ અભિનેતા અજિત કુમાર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી GT4 યુરોપિયન સિરીઝ રેસ દરમિયાન તે એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસના બીજા રાઉન્ડ દરમિયાન, તેમની કાર મિસાનો ટ્રેક પર અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, અભિનેતાને કોઈ ઈજા થઈ ન હતી અને તે સુરક્ષિત છે. જોકે, તેમને રેસમાંથી બહાર નીકળવું પડ્યું, પરંતુ ચાહકો તેના કામની પ્રશંસા કરતા થાકતા નથી. તે અકસ્માત પછી તરત જ ગ્રાઉન્ડ સ્ટાફને રેસ ટ્રેક પરથી કાટમાળ સાફ કરવામાં મદદ કરતો જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.    

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કોમેન્ટેટરને કહેતા સાંભળી શકાય છે, `અજિત કુમાર કારમાંથી બહાર, રેસમાંથી બહાર. આ વર્ષે આપણે પહેલી વાર તેમને આટલા ખરાબ રીતે ઘાયલ થતાં જોયા છે. તેઓ એક મહાન ખેલાડી છે. તેઓ જાય છે અને માર્શલ્સને બધો કાટમાળ દૂર કરવામાં મદદ કરે છે. મોટાભાગના ડ્રાઇવરો આવું કરતા નથી.`

આ ઘટના ત્યારે બની હતી જ્યારે અજિત કુમારની કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. આ ઘટનાને લઈને હવે ચાહકો સોશિયલ મીડિયા પર અજિત કુમાર સેફ છે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે અને રીટ્વિટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું “સારું.” ચાહકો સ્ટાફને મદદ કરવા બદલ અભિનેતાની પીઠ થપથપાવી રહ્યા છે. કેટલાક તેમને ‘થાલા` કહી રહ્યા છે. એક ચાહકે લખ્યું, `તે એક સારો વ્યક્તિ છે.` બીજાએ લખ્યું, `એક ખેલાડી તરીકે એકેને સલામ.`

માહિતી મુજબ, અજિત હવે બેલ્જિયમમાં ત્રીજા પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. અજિત 2003 થી રેસિંગની દુનિયાના ભાગ છે. તેમણે 2010 માં `ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપ` માં પણ ભાગ લીધો હતો. સિનેમા અને મોટર સ્પોર્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ પહેલા પણ રેસિંગ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો, અને તેઓ અનેક વખત બચી ગયા છે. 

ફિલ્મોની વાત કરીએ તો, 2025 માં તામિલ સિનેમાને `ગુડ બેડ અગ્લી` સાથે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ મળી. હાલમાં, તેમણે ફિલ્મોથી વિરામ લીધો છે. જોકે, અહેવાલો સૂચવે છે કે તે `ગુડ બેડ અગ્લી`ના દિગ્દર્શક આદિક રવિચંદ્રન સાથે આગામી ફિલ્મમાં કામ કરશે.

(6:29 PM IST)