હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાગપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : સિગારેટના પેકેટમાં IED મુકાયો હોવાનો ઈમેલ મળ્યો :તપાસનો ધમધમાટ
પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી: ઍરપોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઑપરેશન શરૂ કર્યું

નાગપુર ઍરપોર્ટને એક ઈમેલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેનાથી ખળભળાટ મચી ગયો. સવારે 7:30 વાગ્યાની આસપાસ મોકલવામાં આવેલા આ ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિગારેટના પેકેટમાં IED મૂકવામાં આવ્યો છે.
માહિતી મળતાની સાથે જ ઍરપોર્ટ પ્રશાસને તાત્કાલિક સોનેગાંવ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ પછી પોલીસ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ, ડૉગ સ્ક્વૉડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઍરપોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું.
નાગપુર ઍરપોર્ટ પર બૉમ્બ હોવાની ધમકી અંગે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાને એક ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ આ માહિતી ઍરપોર્ટ ઑથોરિટીને આપવામાં આવી હતી, એમ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે સંબંધિત સમિતિએ ધમકીના ઈમેલનું મૂલ્યાંકન કર્યું હતું અને પોલીસ અને બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓએ જરૂરી તમામ તપાસ હાથ ધરી હતી. અધિકારીએ જણાવ્યું કે કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
સવારે 6.30 વાગ્યાની આસપાસ આવેલા આ ઈમેઇલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઍરપોર્ટ પર સિગારેટના પેકેટના વેશમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ મૂકવામાં આવ્યો હતો.
આ ઈમેઇલ સૌપ્રથમ ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાને મળ્યો હતો, જેણે તેને તાત્કાલિક નાગપુર ઍરપોર્ટ અધિકારીઓને મોકલ્યો હતો. પ્રોટોકોલનું પાલન કરીને, તમામ મુખ્ય હિસ્સેદારોને સતર્ક કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક કટોકટી પ્રતિભાવ ટીમોને એકત્ર કરવામાં આવી હતી, એમ એક વરિષ્ઠ ઍરપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું.
સોનેગાંવ પોલીસ સ્ટેશને બૉમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS), CISF અને ડોગ સ્ક્વૉડ સાથે મળીને લગભગ ચાર કલાક સુધી વિગતવાર સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, કોઈ શંકાસ્પદ વસ્તુ કે ઉપકરણ મળી આવ્યું ન હતું.
સોનેગાંવ પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન મગરે પુષ્ટિ આપી હતી કે, "ઍરપોર્ટ પર કોઈ વિસ્ફોટક મળી આવ્યો નથી. અમે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનું પાલન કર્યું હતું. ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવી હતી, અને તમામ જરૂરી એકમોએ ઝડપથી પ્રતિક્રિયા આપી હતી," તેમણે ઉમેર્યું હતું કે આ મામલે કેસ નોંધવામાં આવશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
