News of Wednesday, 23rd July 2025
ભાણેજ પર મોહી ગઈ ૪ બાળકોની મા : કોર્ટમાં જઈ લવ મેરેજ કરી લીધા : સંતાનો અને પતિને છોડી દીધા
કહેવાય છે કે પ્રેમમાં કોઈ સિમાડા નથી હોતા : પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે

સિદ્ધાર્થનગર, તા.૨૩: કહેવાય છે કે પ્રેમમાં કોઈ સિમાડા નથી હોતા. પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાર બાળકોની માતાએ પોતાના સંબંધમાં ભાણેજ થયા યુવક સાથે પ્રેમમાં પડી ગઈ. તે પણ એવી રીતે કે એક દિવસ મહિલા પોતાના પ્રેમીને લઈને ભાગી ગઈ. પછી પાછી આવી તો કોર્ટ મેરેજ કરીને. મહિલાનું કહેવું છે કે, તેને તેના બાળકોની યાદ નથી આવતી.
ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના ભવાનીગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૪૦ વર્ષિય મહિલા જાનકી દેવી, જેણે ૨૮ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ચાર બાળકોની માતા છે, તેણે પોતાનાથી ૧૫ વર્ષ નાના ૨૪ વર્ષિય યુવક સાથે પ્રેમ લગ્ન કરી લીધા. આ મામલો હવે પોલીસ સ્ટેશનથી આગળ વધી કોર્ટ સુધી પહોંચી ચુકયો છે અને બંનેએ કોર્ટ મેરેજ કરી હવે સાથે રહેવાનો નિર્ણય લઈ લીધો છે.
જાનકી દેવીએ જણાવ્યું કે, લગભગ ચાર વર્ષ પહેલા તેમની મુલાકાત યુવક સાથે એક પારિવારિક પ્રસંગમાં થઈ હતી. ત્યાંથી બંનેની વાતચીત શરુ થઈ. જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ. જાનકીએ કહ્યું કે, હવે તેને પોતાના બાળકોની પણ યાદ નથી આવતી અને તેણે પ્રેમી સાથે જ જિંદગી વિતાવવાનો નિર્ણય લીધો છે.
જાનકીના પતિ રામચરણ પ્રજાપતિ, જે પહેલા મુંબઈમાં ટાઈલ્સ લગાવવાનું કામ કરતા હતા. તેમણે જણાવ્યું કે, પત્નીને કોઈ યુવક સાથે પ્રેમ થઈ હોવાનું જાણવા મળતા તે ગામડે પાછો આવી ગયો. ત્યાર બાદ ઘરમાં ઝઘડા વધવા લાગ્યા અને એક વર્ષ પહેલા જાનકી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. થોડા મહિના બાદ તે પાછી આવી માફી માગી ફરી વાર ઘરમાં રહેવા લાગી. પણ હાલમાં તે યુવક સાથે ફરી વાર ભાગી ગઈ.
રામચરણે આ વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યાં બંને પક્ષની સહમતિથી આ નિર્ણય થયો કે જાનકી હવે પોતાના પ્રેમી સાથે રહેશે અને ચાર બાળકો તેના પિતા પાસે રહેશે. રામચરણે જણાવ્યું કે, હવે ડર લાગી રહ્યો છે કે, તે મને અને મારા બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડે. એટલા માટે મેં તેને જવા દીધી
જાનકી દેવી અને યુવકે કોર્ટ મેરેજ કરી લીધા છે અને પોલીસ સ્ટેશનમાં ઔપચારિક સમાધાન પણ કરી લીધું છે. હવે જાનકી પોતાના નવા જીવનસાથી સાથે રહેવા લાગી છે. જ્યારે તેના ચાર બાળકોમાં ૧૮ વર્ષની દીકરી, ૧૬, ૧૨ અને ૮ વર્ષનો દીકરો પિતા રામચરણ સાથે રહેશે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
