News of Wednesday, 23rd July 2025
સૈયારા જોઇને થિયેટરમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી યુવતી : બોયફ્રેન્ડે પણ ભેંકડો તાણ્યો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, ફિલ્મ જોયા પછી એક કપલ ભાવુક થઈ ગયું

નવી દિલ્હી, તા.૨૩: તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘સૈયારા' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એટલું જ નહીં, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર અજાયબીઓ જ નહીં પરંતુ દર્શકોના હૃદયને પણ સ્પર્શી ગઈ. આ ફિલ્મ જોનાર વર્ગ મોટે ભાગે ૧૫-૩૦ વર્ષનો છે, જે આ ફિલ્મ જોયા પછી તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યો છે. ફિલ્મ જોવા ગયેલા દર્શકોની ઘણી રોમાંચક સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જ્યાં કોઈ આ ફિલ્મ જોયા પછી એટલું દુઃખી થઈ ગયું કે તેણે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો. આ ફિલ્મ જોયા પછી કલાકો સુધી રડી રહ્યા છે. તો કોઇ વળી પડદા નજીક જઇને આળોટી રહ્યું છે. હાલમાં આ તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ છે.
હાલમાં થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા એક કપલનો એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ફિલ્મ જોયા પછી કપલ ખૂબ જ દુઃખમાં ડૂબેલું છે. છોકરી ખૂબ રડી રહી છે. તે જ સમયે, છોકરીનો બોયફ્રેન્ડ તેના આંસુ લૂછતો અને તેને સમજાવતો જોવા મળે છે. તે છોકરીને ચૂપ રહેવાનું પણ કહી રહ્યો છે, પરંતુ છોકરીની આંખોમાંથી આંસુઓનું ધસમસતું પુર વહી રહ્યું છે. છોકરી ચૂપ નથી રહેતી. પોતાની ગર્લફ્રેન્ડને આ રીતે રડતી જોઈને, છોકરો પણ નિરાશ થઈ જાય છે અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને, આંખો લૂછી નાખે છે.
થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલા આ કપલનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ સાઇટ X પર @HP_Vaghela523 નામના યુઝરે શેર કર્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ‘સૈયારા' ફિલ્મ મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત છે. આ રોમેન્ટિક-મ્યુઝિકલ ડ્રામા ફિલ્મે તેની જબરદસ્ત વાર્તા અને શાનદાર ગીતોથી યુવાનોમાં ભારે ક્રેઝ પેદા કર્યો છે. આ ફિલ્મની અસર સ્ક્રીનથી લઈને થિયેટરમાં દર્શકો સુધી જોવા મળી રહી છે.
અહાન પાંડે અને અનિત પદ્દાએ ફિલ્મ ‘સૈયારા'માં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મની વાર્તા પ્રેમ, પીડા અને આશાની આસપાસ ફરે છે, જે દર્શકોને ભાવનાત્મક રીતે જોડવામાં સફળ રહી છે. ફિલ્મના ટાઇટલ ટ્રેક અને અન્ય ગીતો પહેલાથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકયા છે, અને લોકો તેની તુલના ‘આશિકી ૨' અને ‘રોકસ્ટાર' જેવી ક્લાસિક રોમેન્ટિક ફિલ્મો સાથે કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો જોઈને લોકોએ સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ૅસૈયારાનો જાદુ એવો છે કે થિયેટરમાં લોકો તેમની લાગણીઓને રોકી શકતા નથી. બીજા યુઝરે લખ્યું, એવું લાગે છે કે બોયફ્રેન્ડ્સને હવે થિયેટરમાં ટીશ્યુ બોક્સ લઈ જવું પડશે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
