News of Wednesday, 23rd July 2025
બુલીયન માર્કેટમાં સતત તેજીઃ સોનુ ૧,૦૩,૪૦૦ અને ચાંદી ૧,૧૮,૦૦૦ રૂપીયાની નવી ટોચે
સોનામાં વધુ ૯૦૦ રૂા. અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટ, તા., ૨૩ : બુલીયન માર્કેટમાં તેજીના દોરને પગલે સોના-ચાંદીના ભાવોમાં રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૯૦૦ અને ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવએ નવી ઐતિહાસિક સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના કારણે સ્થાનીક બજારમાં સોનાનો આજે વધુ ૯૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૦ર,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૦૩,૪૦૦ રૂા.ની ની ઐતિહાસિક સપાટી બનાવી છે. સોનાના બિસ્કીટમાં ૯૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૦,રપ,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૦,૩૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવો પહોંચ્યા છે. છેલ્લા બે દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ૧૯૦૦ રૂા. અને બિસ્કીટમાં ૧૯,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૧૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,૧૭,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૧૮,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી છે. ચાંદીમાં છેલ્લા બે દિવસમાં ૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.
અમેરીકાની ટેરીફ નિતીને પગલે બંને કિંમતી ધાતુઓના ભાવો સળગ્યા હોવાનું અને આગામી દિવસોમાં હજુ પણ આ બંને કિંમતી ધાતુઓમાં નવી ભાવસપાટી જોવા મળશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
