<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

અમેરિકામાં ભવિષ્‍ય ભાખવાના ૧૭ લાખ રૂપિયા પડાવી લીધા ભારતીય જ્‍યોતિષે

વધુ પડાવવા ગયો એમાં પકડાઈ ગયો

ન્‍યુયોર્ક,તા.૨૩: અમેરિકાના ન્‍યુયોર્ક શહેરમાં ૩૨ વર્ષના હેમંત કુમાર મુનેપ્‍પા નામના ભારતીય મૂળના પુરુષની ભવિષ્‍યકથનની સર્વિસ ઑફર કરવા અને ૬૮ વર્ષની એક મહિલા પાસેથી ૨૦,૦૦૦ ડૉલર (આશરે ૧૭.૨૩ લાખ રૂપિયા) વસૂલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હેમંત ‘અંજના જી' નામની એક કંપની સાથે સંકળાયેલો છે જે દુષ્ટ આત્‍મા દૂર કરવા અને કોઈના પર કામણ કરવા જેવી સેવાઓ પ્રદાન કરવાનો દાવો કરે છે.

ભવિષ્‍યકથન જાણવા ઇચ્‍છતી મહિલાએ ૨૦,૦૦૦ ડોલર ચૂકવ્‍યા હતા. તેણે હેમંત પાસેથી થોડી વધુ સર્વિસ માગી હતી ત્‍યારે હેમંતે બીજા ૪૨,૦૦૦ ડોલર (આશરે ૩૫ લાખ રૂપિયા) માગ્‍યા હતા. મહિલા તેના પર વિશ્વાસ કરીને પૈસા ઉપાડવા અને તેને ચૂકવવા માટે બેન્‍કમાં લઈ ગઈ હતી. જોકે બેન્‍કના સ્‍ટાફને શંકા જતાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આમ હેમંત મુનેપ્‍પાની ધરપકડ કરવામાં આવી હતી.

ન્‍યુ યોર્ક રાજ્‍યના કાયદા હેઠળ જો ફી લઈને ભવિષ્‍યકથન કરવામાં આવે તો એ ગેરકાયદેસર છે.  શ્રાપના પ્રભાવને દૂર કરવાનો દાવો, આધ્‍યાત્‍મિક ઉકેલ પ્રદાન કરવા અથવા ભવિષ્‍યની આગાહી કરીને પૈસા વસૂલવા એને ગુનો ગણવામાં આવે છે

(10:27 AM IST)