News of Wednesday, 23rd July 2025
આપ ઇતની પઢી લિખી હૈં, આપકો ખુદકો માંગના નહીં ચાહિએ ઔર ખુદકો કમાકે ખાના ચાહિએ
લગ્નના ૧૮ મહિનામાં છૂટાછેડા લેનારી મહિલાએ ભરણપોષણ તરીકે ૧૨ કરોડ રૂપિયા, બીએમડબલ્યુ કાર, મુંબઈમાં ઘર માગ્યું તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે સંભળાવ્યું...

મુંબઈ,તા.૨૩: લગ્નના ૧૮ મહિનાની અંદર પતિથી અલગ થયા બાદ એક મહિલાએ મુંબઈમાં ફ્લેટ, બીએમડબલ્યુ કાર અને ભરણપોષણ તરીકે ૧૨ કરોડ રૂપિયાની માગણી કરી હોવાથી સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ આ મહિલાને ઠપકો આપતાં કહ્યું કે ‘આપ ઇતની પઢી લિખી હૈં, આપકો ખુદકો માંગના નહીં ચાહિએ ઔર ખુદકો કમાકે ખાના ચાહિએ.'
મહિલાએ દાવો કર્યો હતો કે લગ્ન રદ કરવાની માગણી મારા પતિએ કરી છે અને તે મને ‘‘સ્કિઝોફ્રેનિક'' કહે છે.
આ કેસની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘તમે એક ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ફીલ્ડના વ્યક્તિ છો. તમે માસ્ટર્સ ઇન બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન (એમબીએ )કર્યું છે. બેન્ગલોર કે હૈદરાબાદમાં તમારી ઘણી ડિમાન્ડ છે. તમે કેમ કામ નથી કરતાં? તમારાં લગ્નને ફક્ત ૧૮ મહિના થયા છે અને હવે તમને બીએમડબલ્યુ કાર પણ જોઈએ છે?'
આ મુદ્દે મહિલાએ કહ્યું હતું કે મારો પતિ ખૂબ જ ધનવાન છે, છૂટાછેડા તેને જોઈએ છે. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યારે તમે ઉચ્ચ શિક્ષિત હો અને તમારી પોતાની મરજીથી કામ ન કરવાનું નક્કી કરો. ‘કાં તો તમને તમામ બોજથી મુક્ત ફ્લૅટ મળે અથવા કંઈ નહીં.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
