News of Wednesday, 23rd July 2025
સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અજિત કુમારને નડયો ભયાનક અકસ્માતઃ રેસમાં કારનો કચ્ચરઘાણ
કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈઃ રેસમાંથી બહાર

હૈદરાબાદ,તા.૨૩: તામિલ અભિનેતા અજિત કુમારને વિશે તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી જીટી-ફોર યુરોપિયન સિરીઝ રેસ દરમિયાન તે એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસના બીજા રાઉન્ડ દરમિયાન, તેમની કાર ટ્રેક પર અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, અભિનેતા સુરક્ષિત છે. જોકે, તેમને રેસમાંથી બહાર નીકળવું પડ્યું, પરંતુ ચાહકો તેના કામની પ્રશંસા કરતા થાકતા નથી. હકીકતમાં, તે અકસ્માત પછી તરત જ ગ્રાઉન્ડ સ્ટાફને રેસ ટ્રેક પરથી કાટમાળ સાફ કરવામાં મદદ કરતો જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે અજિત કુમારની કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. આ ઘટનાને લઈને હવે ચાહકો સોશિયલ મીડિયા પર અજિત કુમાર સેફ છે તે માટે -ાર્થના કરી રહ્યા છે અને રીટ્વિટ પણ કરી રહ્યા છે.
માહિતી મુજબ, અજિત હવે બેલ્જિયમમાં ત્રીજા પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. અજિત ૨૦૦૩ થી રેસિંગની દુનિયાના ભાગ છે. તેમણે ૨૦૧૦ માં ફોર્મ્યુલા ૨ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો. સિનેમા અને મોટર સ્પોર્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
