<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

શરમજનકઃ ૧૦ વર્ષના છોકરા પર ત્રણ લોકોએ કર્યો સામૂહિક બળાત્‍કાર

મુંબઈના ચુનાભટ્ટી વિસ્‍તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી :આરોપી અને પીડિત એકબીજાને પહેલાથી જ ઓળખતા હતાઃ બે આરોપીઓ સગીર છેઃ ધરપકડ

મુંબઈ,તા.૨૩: મુંબઈના ચુનાભટ્ટી વિસ્‍તારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્‍યાં એક ૧૦ વર્ષના સગીર છોકરા પર ત્રણ લોકોએ બળાત્‍કાર ગુજાર્યો હતો. આરોપી અને પીડિત એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા.

આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓમાંથી બે સગીર છે, જેમને ડોંગરી બાળ સુધાર ગળહમાં મોકલવામાં આવ્‍યા છે. જ્‍યારે ત્રીજા ૧૮ વર્ષીય આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, ત્રણેય આરોપીઓ સગીર પીડિત છોકરાને ચુનાભટ્ટીના એકાંત વિસ્‍તારમાં લલચાવીને લઈ ગયા, જ્‍યાં તેઓએ એક પછી એક છોકરા સાથે શારીરિક સંબંધો બાંધ્‍યા. તેઓએ પીડિતને ધમકી આપીને છોડી દીધો

ઘટના પછી જ્‍યારે પીડિત ઘરે પરત ફર્યો, ત્‍યારે તેની માતાએ તેની હાલત જોઈને તેને પૂછપરછ કરી. ઘણી સમજાવટ પછી, તેણે રડતા રડતા તેની માતાને આખી વાત કહી. આ પછી, માતાએ હિંમત બતાવીને તરત જ ચુનાભટ્ટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી. પીડિત છોકરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્‍યું છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં બનેલી આ અમાનવીય ઘટનાએ ફરી એકવાર શહેરની સુરક્ષા વ્‍યવસ્‍થા અને યુવાનોમાં વધી રહેલા ગુનાહિત વલણ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

(10:31 AM IST)