News of Wednesday, 23rd July 2025
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ૭૮૬ની નંબર ગેમ : NDA પાસે કેટલી છે તાકાત ?
રાજ્યસભા અને લોકસભાના સાંસદો મતદાન કરે છે : ઉમેદવારને જીતવા માટે ૩૯૪ સભ્યોના મતની જરૂર પડશે

નવી દિલ્હી, તા.૨૩: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે અને ગળહ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક સૂચના પણ બહાર પાડવામાં આવી છે. હવે ચૂંટણી પંચ ગમે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેની પ્રક્રિયા શરૂ કરશે. બંધારણ મુજબ, જો ઉપરાષ્ટ્રપતિ રાજીનામું આપે, મળત્યુ પામે અથવા અન્ય કોઈ કારણોસર પદ પર ન હોય તેવા સમયમાં વહેલીતકે ચૂંટણી યોજવામાં આવે છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ દ્વારા કોઈપણ સમયે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી શકાય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના કિસ્સામાં નંબર ગેમ વિશે વાત કરવામાં આવે તો સમીકરણો મુજબ NDA સીધી આગળ છે.
NDA વિપક્ષના સપોર્ટ વિના સરળતાથી જીતી શકે છે, પરંતુ તે વિપક્ષી પાર્ટીને સાથે રાખીને સર્વાનુમતે રાજ્યસભાના નવા અધ્યક્ષની પસંદગી કરવા માંગે છે. પરંતુ જો ચૂંટણી થાય તો NDAના ઉમેદવારને સરળતાથી જીત મળે તેમ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદો મતદાન કરે છે. આ ઉપરાંત રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ મતદાન કરી શકે છે. કુલ ૫૪૩ સભ્યો ધરાવતી લોકસભામાં બશીરહાટની માત્ર એક બેઠક ખાલી છે. આ રીતે ૫૪૨ સાંસદો છે. રાજ્યસભામાં ૨૪૫ બેઠકોમાં ૫ બેઠકો ખાલી છે. બંને સદનોની કુલ ક્ષમતા હાલ ૭૮૬ સભ્યો છે.
જો બધા સભ્યો વોટિંગ કરે તો ઉમેદવારને જીતવા માટે ૩૯૪ સભ્યોના મતની જરૂર પડશે. લોકસભામાં NDAના ૨૯૩ સભ્યો છે. આ ઉપરાંત રાજ્યસભામાં પણ ૧૨૯ સભ્યો છે. બંને ગળહોમાં NDAની કુલ સંખ્યાબળ ૪૨૨નું છે. જે જીત માટે પૂરતી છે. બંધારણના અનુચ્છેદ ૬૮ ના કલમ ૨ મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શકય તેટલી વહેલી તકે થવી જોઈએ. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ ૫ વર્ષનો હોય છે. જણાવી દઈએ કે, જગદીપ ધનખડ પહેલા કોઈએ પણ આ રીતે રાજીનામું આપ્યું નથી.
એવી ચર્ચા છે કે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશને NDA ઉમેદવાર બનાવી શકાય છે. PM નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ હોવા ઉપરાંત બિહાર કનેક્શન છે. JDU નેતા છે. તેથી જ એવી જોરદાર અટકળો છે કે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
