<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

આતંકવાદમાં ડૂબેલુ છે પાકિસ્‍તાન વિશ્‍વભરમાં ભીખ માંગતુ ફરે છે

યુનોમાં ભારતે પાડોશી દેશની ઝાટકણી કાઢી : કટ્ટરતા - ત્રાસવાદને પંપાળી રહયું છે : એક તરફ ભારત છે જેના વિશ્‍વભરમાં ડંકા વાગી રહયા છે જયારે પાકિસ્‍તાનને IMEની લોન માટે વારંવાર ભટકવું પડે છે

યુનો, તા.૨૩: સંયુક્‍ત રાષ્‍ટ્રની ૮૦મી વર્ષગાંઠ પર ભારતે વૈશ્વિક શાંતિ, બહુપક્ષીય સહયોગ અને આતંકવાદ સામે કડક વલણ પર પોતાના વિચારો મજબૂતીથી રજૂ કર્યા અને ફરી એકવાર આતંકવાદ પર પાકિસ્‍તાનને ઠપકો આપ્‍યો. યુએનમાં ભારતના રાજદૂત પર્વતાનેની હરીશ (પીઆર) એ તેમના ભાષણમાં સમજાવ્‍યું કે શીત યુદ્ધ પછી સંઘર્ષોનું સ્‍વરૂપ કેવી રીતે બદલાયું અને બિનપ્રરાજ્‍ય આતંકવાદી સંગઠનોની ભૂમિકા કેવી રીતે વધી.સંયુક્‍ત રાષ્‍ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્‍તાન પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તે ‘ઉગ્રવાદ અને આતંકવાદ' માં ડૂબી ગયું છે.

ભારત અને પાકિસ્‍તાનની સરખામણી કરતા હરીશે કહ્યું, એક તરફ ભારત છે, એક પરિપક્‍વ લોકશાહી, ઉભરતી અર્થવ્‍યવસ્‍થા અને સમાવેશી સમાજ. બીજી તરફ પાકિસ્‍તાન છે, જે કટ્ટરવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે અને એક એવો દેશ છે જે વારંવાર IMF પાસેથી ઉધાર લે છે.

તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે જ્‍યાં સુધી આતંકવાદ પ્રત્‍યે શૂન્‍ય સહિષ્‍ણુતાની નીતિ અપનાવવામાં ન આવે ત્‍યાં સુધી આંતરરાષ્‍ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત અર્થહીન છે.

પાકિસ્‍તાન પર નિશાન સાધતા તેમણે કહ્યું, તે શરમજનક છે કે સુરક્ષા પરિષદનો સભ્‍ય દેશ બીજાઓને ઉપદેશ આપે છે જ્‍યારે પોતે ખોટી પ્રવળત્તિઓમાં સામેલ હોય છે જે આંતરરાષ્‍ટ્રીય સમુદાયને સ્‍વીકાર્ય નથી.

તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોતનો ઉલ્લેખ કરીને, ભારતે ‘ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્‍તાન અને પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીરમાં આતંકવાદી ઠેકાણાઓ સામે ચોક્કસ કાર્યવાહીની માહિતી આપી. પાકિસ્‍તાનને યોગ્‍ય જવાબ આપતાં ભારતે કહ્યું, ‘પાકિસ્‍તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલું છે.'

પાકિસ્‍તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી ટિપ્‍પણીઓનો જવાબ આપવા માટે પણ હું મજબૂર છું. ભારત તેના પ્રગતિ, સમળદ્ધિ અને વિકાસના મોડેલની દ્રષ્ટિએ તદ્દન વિરુદ્ધ છે. એક તરફ ભારત છે જે એક પરિપક્‍વ લોકશાહી છે, એક ઉભરતી અર્થવ્‍યવસ્‍થા છે, જ્‍યારે બીજી તરફ પાકિસ્‍તાન છે જે કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલું છે અને સતત આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળ પાસેથી લોન લે છે. ભારતે પોતાને એક લોકશાહી અને સમાવેશી રાષ્‍ટ્ર તરીકે વર્ણવ્‍યું અને આતંકવાદ પ્રત્‍યે તેની ‘શૂન્‍ય સહિષ્‍ણુતા' નીતિનો પુનરોચ્‍ચાર કર્યો.

ભારતે યુએનમાં તેના શાંતિ રક્ષા મિશન અને વૈશ્વિક સહયોગ પ્રત્‍યેની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકયો. ભારતે કહ્યું કે વિવાદોનું નિરાકરણ ફક્‍ત સંબંધિત દેશોની સંમતિ અને પ્રયાસોથી જ શકય છે. UNSC માં સુધારાની માંગને પુનરાવર્તિત કરતા, ભારતે G20 માં આફ્રિકન યુનિયનની ભાગીદારીને એક સિદ્ધિ ગણાવી. ભારત વતી, રાજદૂત પર્વતાનેનીએ વૈશ્વિક સહયોગ, શાંતિ, આતંકવાદ અને અન્‍ય મુદ્દાઓ પર વાત કરી.

(11:16 AM IST)