News of Wednesday, 23rd July 2025
ભારતમાં બેરોજગારી દર સત્તાવાર આંકડા કરતા બમણો
૫૦થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો મત

નવી દિલ્હી તા.૨૩: એક પોલમાં ભારતના બેરોજગારીના આંકડા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત સરકારના બેરોજગારી અને અલ્પ રોજગારના આંકડા સટીક નથી. કેટલાક સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓને ટાંકીને જણાવાયું છે કે વાસ્તવિક બેરોજગારી દર અધિકળત આંકડા કરતા બમણો હોઇ શકે છે. ભારત જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિક ગાળામાં ૭.૪ ટકાના વળધ્ધિદર સાથે વિશ્વની ઝડપથી વિકસી રહેલી અર્થવ્યવસ્થા છે પરંતુ આ વળદ્ધિ દર વર્ષે વળદ્ધિબળ સાથે જોડાયેલા યુવાઓને સંતોષકારક આવકવાળી નોકરી આપવામાં નિષ્ફળ રહ્યો છે.
ગત મહિને જે સર્વે કરવામાં આવ્યો જેમાં ૫૦ થી વધુ સ્વતંત્ર અર્થશાષાીઓનો સમાવેશ થતો હતો. જેમાં ૭૦ ટકા મત ધરાવતા હતા કે જૂન મહિનાનો અધિકળત બેરોજગારી દર ૫.૬ ટકા દર્શાવાયો છે. જે ઓછો છે. ગત વર્ષ રોયટર્સના એક સર્વેમાં પણ મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ બેરોજગારી દરને સરકાર સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
