<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

અશાસ્ત્રીય સંપ્રદાયો સનાતન ધર્મને નુકસાન પહોંચાડે છે

બ્રહ્મકુમારી - શિરડી સાંઈ બાબા - ગાયત્રી પરિવાર - ઈસ્‍કોન - સ્‍વામીનારાયણ સંપ્રદાય ઉપર વિફર્યા દ્વારકા પીઠનાં શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતી : ધર્મના નામે પાખંડ ફેલાવવાનો અને સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છેઃ સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ કરે છેઃ અશાસ્ત્રીય સંપ્રદાયથી સાવધાન રહેવાની જરૂર

નવી દિલ્‍હી, તા.૨૩: હાલમાં ચતુર્માસ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. તે દમિયાન દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીજી એ ધાર્મિક પ્રદૂષણને લઇે મોટું નિવેદન આપ્‍યું છે. તેઓ અશાસ્ત્રીય સંપ્રદાય પર રીતસરના વિફર્યા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. શંકરાચાર્યનું કહેવું છે કે, સનાતન ધર્મ ખતમ કરવા માટે કેટલાક સંપ્રદાય કાર્યરત છે. કેટલાક સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ધાર્મિક પ્રદૂષણ ફેલાવનારાઓથી સાવધાન રહેવાની જરૂર છે. તેમણે ખાસ કરીને કથાકારોને આવા સંપ્રદાયોથી બચવા અપીલ કરવા જણાવ્‍યું છે. સનાતનને બદનામ કરનારાઓને જાકારો આપવા પર તેમણે ભાર મુકયો છે.

દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીએ અશાષાીય સંપ્રદાયો પર પોતાનો રોષ ઠાલવ્‍દ્વાયો છે. અને તેમની આકરી ટીકા કરી છે. તેમણે અશાષાીય સંપ્રદાયો પર સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વિવિધ સંપ્રદાયોની માન્‍યતાઓ અને કાર્યશૈલીની પણ આકરી ટીકા કરી હતી. જેમાં બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, ઈસ્‍કોન, શિરડી સાઈબાબા અને સ્‍વામિનારાયણ સંપ્રદાયનો સમાવેશ થાય છે. શંકરાચાર્યએ આ સંપ્રદાયો પર ધર્મના નામે પાખંડ ફેલાવવાનો અને સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્‍યો છે.

શંકરાચાર્યએ તેમ પણ કહ્યું કે, સનાતન ધર્મને હાની પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. ધાર્મિકતાનો વેશ પહેલી ને ધર્મ વિરૂદ્ધ મિલાવટનો પ્રયાસ થઇ રહ્યો છે. સનાતન ધર્મને પતનની દિશામાં લઇ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર વાત તેમણે મુકી છે. આ સાથે જ વિવિધ સંપ્રદાયોને ટાંકીને શંકરાચાર્ય સદાનંદ સરસ્‍વતીનું નિવેદન પણ સામે આવ્‍યું છે. તેમણે બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, શિરડી સાંઇ બાબા પર સવાલો ઉઠાવ્‍યા છે. તેમણે ઇસ્‍કોન અને સ્‍વામિનારાયણ સંપ્રદાય સામે પણ પોતાની નારાજગી દર્શાવી છે.

શંકરાચાર્યનું કહેવું છે કે, બ્રહ્માકુમારીવાળા શિવજીને અલગ જ કહે છે. શિવ શબ્‍દને અર્થ ના સમજનારા વ્‍યાખ્‍યાન કરે છે. તેમણે ગાયત્રી પરિવાર વિશે કહ્યું કે, ગાયત્રી પરિવારવાળા અશાસ્‍સ્રીય વિધિ કરે છે. કોઇ પણ પ્રકારની વિધિ વિના ગાયત્રી પરિવારવાળા યજ્ઞ કરે છે. વિધિ વિના કરાતા યજ્ઞોના કારણે દેશમાં સંકટ આવે છે. તેમણે ઇસ્‍કોન વિરૂદ્ધ કહ્યું કે, ઇસ્‍કોનવાળા ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીની જેમ ષડયંત્રો કરે છે. ઇસ્‍કોનવાળા પોતાને હિંદુ કહેતા નથી. પરંતુ ઇસ્‍કોનવાળા કહે છે. સ્‍વામિનારાયણ સંપ્રદાય સનાતનને તોડવાનું કામ કરે છે, હનુમાનજી સ્‍વામિનારાયણના દાસ છે તેવું કહે છે. સનાતનનું નામ લઇને જ સનાતન ધર્મને તોડવાનું કામ કરે છે.

દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીએ અશાષાીય સંપ્રદાયો પર પોતાનો રોષ ઠાલવ્‍દ્વાયો છે. અને તેમની આકરી ટીકા કરી છે. તેમણે અશાષાીય સંપ્રદાયો પર સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયાસો અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે વિવિધ સંપ્રદાયોની માન્‍યતાઓ અને કાર્યશૈલીની પણ આકરી ટીકા કરી હતી. જેમાં બ્રહ્માકુમારી, ગાયત્રી પરિવાર, ઈસ્‍કોન, શિરડી સાઈબાબા અને સ્‍વામિનારાયણ સંપ્રદાયનો સમાવેશ થાય છે. શંકરાચાર્યએ આ સંપ્રદાયો પર ધર્મના નામે પાખંડ ફેલાવવાનો અને સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્‍યો છે.

શંકરાચાર્યએ બ્રહ્માકુમારી સંપ્રદાયની માન્‍યતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, બ્રહ્માકુમારી શિવજી અને શંકરજીને અલગ ગણે છે, જે સનાતન ધર્મની મૂળ વિભાવનાની વિરુદ્ધ છે. શિવ શબ્‍દનો સાચો અર્થ સમજ્‍યા વિના તેઓ ખોટી વ્‍યાખ્‍યા આપે છે. તેમણે આવી માન્‍યતાઓને ધાર્મિક અજ્ઞાન અને પ્રદૂષણનું કારણ ગણાવ્‍યું.

ગાયત્રી પરિવારની યજ્ઞ પદ્ધતિ પર શંકરાચાર્યએ નારાજગી વ્‍યક્‍ત કરી છે. તેમણે જણાવ્‍યું કે, ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવતા યજ્ઞોમાં કોઈ શાષાીય વિધિનું પાલન થતું નથી. આવા યજ્ઞો દેશ પર સંકટો લાવે છે. તેમણે આવી પ્રવળત્તિઓને સનાતન ધર્મની પરંપરાઓનું ઉલ્લંઘન ગણાવ્‍યું.

શંકરાચાર્યએ ઈસ્‍કોન સંપ્રદાય પર આકરા હારો કરતા જણાવ્‍યું હતું કે, ઈસ્‍કોનવાળા ધર્મનો વેશ ધારણ કરીને હિન્‍દુ કહેવડાવતા નથી અને ષડયંત્રો રચે છે. તેઓ રૂપિયા ભેગા કરીને વિદેશોમાં મોકલે છે. તેમણે ઈસ્‍કોનની પ્રવળત્તિઓને સનાતન ધર્મની ભાવના વિરુદ્ધ ગણાવી.

શંકરાચાર્યએ શિરડી સાઈબાબાની પૂજા અને તેની આસપાસ રચાયેલી માન્‍યતાઓની પણ ટીકા કરી. તેમણે કહ્યું, અમારા ગુરુ મહારાજે આ મુદ્દો ઉઠાવ્‍યો હતો. સાઈબાબાને દેવતા તરીકે રજૂ કરીને સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે આવી પ્રવળત્તિઓને ધર્મની બદનામીનો ભાગ ગણાવ્‍યો.

સ્‍વામિનારાયણ સંપ્રદાય પર શંકરાચાર્યએ કડક શબ્‍દોમાં ટીકા કરી, જણાવ્‍યું કે, ગુજરાતમાં ૧૦૦-૨૦૦ વર્ષથી શરૂ થયેલા આ સંપ્રદાયે હનુમાનજીને સ્‍વામિનારાયણના દાસ તરીકે રજૂ કર્યા છે, જે સનાતન ધર્મની મૂળ ભાવનાને નુકસાન પહોંચાડે છે. તેમણે આ સંપ્રદાય પર સનાતન ધર્મના નામે બદનામી ફેલાવવાનો આરોપ લગાવ્‍યો અને આવા પાખંડનો વિનાશ થવો જોઈએ.

દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીના તાજેતરના નિવેદનોએ ધાર્મિક સમુદાયોમાં ગહન ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે. તેમના આકરા આક્ષેપો સનાતન ધર્મની શુદ્ધતા, પરંપરાઓ અને મૂળ મૂલ્‍યોને જાળવવાની ઊંડી ચિંતા દર્શાવે છે. શંકરાચાર્યએ અશાસ્ત્રીય સંપ્રદાયો દ્વારા ધર્મના નામે પાખંડ અને ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ લગાવ્‍યો છે, જેના કારણે સનાતન ધર્મના અનુયાયીઓ અને આવા સંપ્રદાયો વચ્‍ચે વૈચારિક ટકરાવની શકયતા વધી છે. આ ટીકાઓએ ધર્મની પવિત્રતા અને શાષાીય પરંપરાઓના સંરક્ષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્‍દ્રમાં લાવ્‍યો છે, જેનાથી ધાર્મિક સમુદાયોમાં તીવ્ર પ્રતિક્રિયાઓ અને વિચાર-મંથન શરૂ થઈ શકે છે.

 

 

(3:19 PM IST)