News of Wednesday, 23rd July 2025
પતિ દ્વારા નરાધમતાની ચરમસીમા
સરકારી અધિકારી પત્નીના બેડરૂમઅને બાથરૂમમાં પતિએ ગોઠવ્યા ગુપ્ત કેમેરા: દહેજ ન મળતાં વીડિયો લીક કરવાની ધમકી! :દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ, ગુપ્ત કેમેરાથી રેકોર્ડિંગ

મહારાષ્ટ્રમાં સરકારી અધિકારી મહિલા પર પતિ દ્વારા બેડરૂમમાં છુપાયેલા કેમેરા લગાવવા અને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૩૧ વર્ષીય ક્લાસ-ટુ અધિકારી મહિલાએ તેના પતિ, જે પોતે પણ સરકારી કર્મચારી છે, તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિએ બેડરૂમ અને બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવી તેમની ખાનગી પળોને રેકોર્ડ કર્યા હતા. આ ઉપરાંત, પતિએ કાર લોનના હપ્તા ભરવા માટે રૂ. ૧.૫ લાખના દહેજની માંગણી કરી હતી અને આ માટે તેને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે જ્યારે મહિલાએ પૈસા લાવવાની ના પાડી, ત્યારે તેને માર મારવામાં આવ્યો હતો. પતિએ મહિલાને ધમકી પણ આપી હતી કે જો તેની માંગણીઓ પૂરી નહીં થાય તો તે રેકોર્ડ કરેલા વીડિયો ઓનલાઈન લીક કરી દેશે.
આ સરકારી મહિલા ઓફિસર તેના સાસરિયાં - સાસુ, ત્રણ નણંદ અને બે નણંદના પતિઓ - પણ આ ત્રાસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે પુણેના પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૮૫ (પતિ અથવા સંબંધીઓ દ્વારા ક્રૂરતા), ૧૧૫(૨) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
