News of Wednesday, 23rd July 2025
રાઘવ ચઢ્ઢાની રાજ્યસભામાં ટકોરઃ ડીજીસીએમાં ૫૫% ટેકનિકલ પોસ્ટ ખાલી
વિમાની દુર્ઘટનાઓ વચ્ચે સુરક્ષા મુદ્દે ઊઠી ચિંતાઓ

રાજ્યસભામાં આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિમાની સુરક્ષા મુદ્દે મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વિકસે છે, પરંતુ તેનું રેગ્યુલેટર ડીજીસીએ આજે ગંભીર અછત અને દબાણ હેઠળ છે. ડીજીસીએમાં ટેકનિકલ પોસ્ટના ૫૫% ખાલી છે, જેનો સુરક્ષા નિરીક્ષણ, પાઇલટ લાઇસન્સ અને મેન્ટેનન્સ જેવી બાબતો પર સીધો પ્રભાવ પડે છે, સીબી અને ટ્રાઇ જેવી સ્વાયત્ત સંસ્થા બનાવવા રાઘવ ચઢ્ઢાએ માંગ કરી હતી. આ ખાલી જગ્યા નહીં, સુરક્ષા સંકટ છે ラ આકાશમાં ભૂલ માટે જગ્યા નથી, એમ પણ રાઘવ ચઢ્ઢાએ કહ્યું.
તાજેતરમાં એર ઇન્ડિયા વિમાન ૧૭૧ દુર્ઘટનામાં ૨૪૦ લોકોનાં મળત્યુ થયા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનો પણ ભોગ થયો. આ ઘટના બાદ ઉડ્ડયન સુરક્ષા અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુએ કહ્યું કે ડીજીસીએ દબાણમાં નથી અને ખાલી જગ્યાઓ તાજેતરમાં ઊભી કરવામાં આવી છે. તેમણે સ્વીકાર્યું કે યોગ્ય ટેકનિકલ વ્યકિતઓ મળવી મુશ્કેલ છે, પણ સુરક્ષાએ આ સેક્ટરનો મૂળ સ્તંભ છે.
આપના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ફરીથી વિશ્વાસ આપ્યો કે તેઓ જનતાની ચિંતાઓને અવાજ આપતા રહેશે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
