<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

જીએસટી દ્વારા વોટ્‍સએપના માધ્‍યમથી વેપારીને આપવામાં આવેલી નોટિસ રદ

નોટિસ પોર્ટલ પર મૂકવા અને તો રજિસ્‍ટર એડીથી આપવા માટે પણ તાકીદ કરી

ઇ-વે બિલ બનાવ્‍યા વિનાની ગાડી જપ્ત કરવામાં આવ્‍યા બાદ વાહનમાલિકને તેની નોટિસ પોર્ટલ પર અને રજિસ્‍ટર એડીના માધ્‍યમથી મોકલવાની હોય છે, પરંતુ કેટલાક કિસ્‍સામાં વોટ્‍સએપના માધ્‍યમથી પણ જીએસટી અધિકારી નોટિસ મોકલી આપતા હોય છે.

આ અંગે કેરલા હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેમાં કેરલા હાઇકોર્ટ વોટ્‍સએપના માધ્‍યમથી આપવામાં આવેલી નોટિસ યોગ્‍ય નહીં હોવાનું કારણ આપીને તે નોટિસ રદ કરતો હુકમ કર્યો છે.

જીએસટી અધિકારીએ ઇ-વે બિલ વિનાની ગાડી તપાસ દરમિયાન પકડી હતી. તેમાં કલમ ૧૩૦ પ્રમાણે ગાડી જપ્ત કરીને તેની નોટિસ વાહન માલિકને વોટ્‍સએપના માધ્‍યમથી મોકલી આપી હતી. જયારે નિયમ પ્રમાણે વાહન જપ્ત કરવામાં આવે તો નોટિસ જીએસટી પોર્ટલ પર એટલે કે જીએસટી નંબરના આધારે મોકલવાની હોય છે.

અથવા તો રજિસ્‍ટર એડી મારફતે તેના ઓફિસ કે ઘરના સરનામે મોકલવાની હોય છે. છતાં પણ જીએસટી અધિકારીએ નિયમની ઉપરવટ જઈને કાર્યવાહી કરવામાં આવતા વાહનમાલિકે કેરલા હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી અધિકારીઓ દ્વારા જીએસટીના નિયમ પ્રમાણે નોટિસ આપતા નથી.

તેમજ જે નિયમ બનાવવામાં આવ્‍યો છે તેનું અમલીકરણ પણ કરતા નહીં હોવાની વ્‍યાપક ફરિયાદ સમયાંતરે ઉઠતી હોય છે.

(2:48 PM IST)