News of Wednesday, 23rd July 2025
શંકરાચાર્યજીના નિવેદનને જ્યોર્તિનાથ મહારાજનું સમર્થન

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૨૩: દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મ ઉપર થઈ રહેલા પ્રહાર વિશે જે નિવેદન આપ્યું છે તેને મોરારીબાપુ અને જ્યોતિરનાથ મહારાજે સમર્થન આપ્યું છે.
જયોતિનાથ મહારાજે જણાવ્યું છે કે લોકોએ હવે જાગવાની જરૂર છે અશાસ્ત્રીય સંપ્રદાયો શાસ્ત્રમાં દર્શાવેલી પરંપરાઓ વિરુદ્ધ કામ તો કરે જ છે પણ અશાય સંપ્રદાયોથી સનાતન ધર્મને મોટું નુકસાન થઈ રહ્યું છે આવા સંપ્રદાયોને આપણે જ ખોટી રીતે ચગાવ્યા છે.
આ ઉપરાંત કિશોરશાસ્ત્રીએ શંકરાચાર્યના નિવેદનને સમર્થન આપી જણાવ્યું છે કે અશાષાીય સંપ્રદાયો મહાઠગ છે અને હાલ આવા સંપ્રદાયો લોકોને ધર્મના નામે લુંટી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલા કસ્તુરબાધામ (ત્રંબા)ખાતે ભરાડ સ્કૂલમાં દ્વારકાપીઠના શંકરાચાર્યના અધ્યક્ષ પદ હેઠળ સનાતનીઓની ધર્મસભા મળી હતી ત્યારે પણ ભારત ભરમાંથી અનેક સાધુ સંતોએ હાજરી આપી સનાતન ધર્મ ઉપર થઈ રહેલા પ્રહારો સામે એક જૂથ થઈ અશાષાીય સંપ્રદાય ઉપર લગામ કસવાની માંગ કરવામાં આવી હતી ફરી આજે સનાતન ધર્મ ઉપર થઈ રહેલા પ્રહારો વિશે સાધુ સંતોના સ્પષ્ટ નિવેદનથી વાતાવરણ ગરમાયું છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
