<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

સુરત, વાપી, વલસાડ રેલવે સ્‍ટેશન પર કુલ્‍હડમાં જ ચા-છાસ આપવા આદેશ

૧ ઓગસ્‍ટથી ડઝન રેલવે સ્‍ટેશન પર અમલવારી : પ્‍લાસ્‍ટિક અને થર્મોકોલનું દૂષણ અટકાવવા રેલવે તંત્રએ નિર્ણય કર્યો

મુંબઈ,તા.૨૪: પશ્ચિમ રેલવેએ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી સહિત મુંબઈના ૯ મળી ૧૨ રેલવે સ્‍ટેશન પર પહેલી ઓગસ્‍ટથી પ્‍લાસ્‍ટિક અને થર્મોકોલને બદલે કુલ્‍હડમાં જ ચા અને છાસ આપવા ફરમાન જારી કર્યું છે. પારંપરિક સ્‍વાદની સાથે પ્‍લાસ્‍ટિક અને થર્મોકોલના દૂષણને ડામવા માટે રેલવેતંત્રએ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્‍યું છે. પ્‍લેટફોર્મના સ્‍ટોલ પર ૧૭૦ ML ચા અને ૨૨૦ ML છાસ ફક્‍ત પાંચ રૂપિયામાં મળે છે. પヘમિ રેલવેએ સુરત, વલસાડ, વાપી, દાદર, અંધેરી, મુંબઈ સેન્‍ટ્રલ, બોરીવલ્લી સહિતના રેલવે સ્‍ટેશનો પર આગામી મહિનાથીચા અને છાસ કુલ્‍હડમાં જ આપવા નિર્ણય લીધો છે. રેલવેએ પરિપત્ર જારી કરી રેલવે સ્‍ટેશન પર ટી સ્‍ટોલ અને જ્‍યુસ સ્‍ટોલ ધરાવતા સંચાલકોને પહેલી ઓગસ્‍ટથી કુલ્‍હડમાં જ ચા અને છાસ આપવા આદેશ કર્યો છે. કુલ્‍હડમાં જ ચા આપવાના આદેશથી મુસાફરોપારંપરિક સ્‍વાદનો આનંદ માણી શકશે. પ્રાયોગિક ધોરણે હાથ ધરાયેલા આ અભિયાનમાં સફળતા મળશે તો આગામી દિવસોમાં અન્‍ય રેલવે સ્‍ટેશનો ઉપર પણ કુલ્‍હડમાં જ ચા અને છાસ આપવાનું અમલી બનાવવામાં આવશે.

પાંચ રૂપિયામાં ચા-છાસ કુલ્‍હડમાં કેવી રીતે આપવું તે અંગે સ્‍ટોલ સંચાલકો મૂંઝવણમાં

રેલ્‍વે સ્‍ટેશન પરના ટી-સ્‍ટોલ ઉપર પાંચ રૂપિયામાં ૧૭૦ ML ચા અને ૨૨૦ ML છાસ મળે છે. હવે પાંચ રૂપિયાની ચા અને પ્‍લાસ્‍ટિક અથવા થર્મોકોલની કપમાં આપવામાં આવે છે. પરંતુ પહેલી ઓગસ્‍ટથી ફરજિયાતપણે કુલ્‍હડમાં જ ચા અને છાસ આપવાના આદેશને પગલે સ્‍ટોલ સંચાલકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. કેમકે, કુલ્‍હડની જ કિંમત વધુ થઈ જાય છે. ત્‍યારે જૂની કિંમતમાં કૂલ્‍હડમાં કઈ રીતે ચા અને છાસ આપવી તે અંગે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.

પહેલી ઓગસ્‍ટથી આ ૧૨ રેલ્‍વે સ્‍ટેશનો પર કુલ્‍હડમાં ચા-છાસ મળશે

સુરત, વાપી, વલસાડ, દાદર, અંધેરી, બાન્‍દ્રા, પાલઘર, વસાઈ રોડ, મુંબઈ સેન્‍ટ્રલ, દાહણુ રોડ, બોરવેલી ભાંચેદર

(9:50 AM IST)