તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 24th July 2025
૩૦ સપ્ટે. સુધી આધાર-પાન લિંક થશે તો ૨૦ ટકા TDS-TSC ભરવો નહીં પડે
આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તેઓ માટે રાહત આપતો નિર્ણય

નવી દિલ્હી,તા.૨૪: આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે વખતોવખત તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં અનેક કરદાતાઓએ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવ્યો નહીં હોવાના કારણે સીબીડીટી દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં હોય તેવા કરદાતાઓને નાણાંની ચુકવણી કરતી વખતે ૨૦ ટકા ટીડીએસ અને ટીસીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમાં રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે કરદાતાઓ આગામી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવી શકશે.
એક એપ્રિલ ૨૦૨૪થી ૩૧ જુલાઈ ૨૦૨૫ દરમિયાન કરદાતાદ્વારા ચૂકવવામાં આવેલા નાણાંમાં જે પણ વ્યક્તિએ આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવ્યું નહીં હોય તો તેની પાસેથી ૨૦ ટકા ટીડીએસ અને ટીસીએસ કાપીને ભરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જોકે તે અંગેની વખતોવખતની રજૂઆતને ધ્યાને રાખીને સીબીડીટી દ્વારા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવાની મુદત આપવામાં આવી છે.
આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક નહીં હોય તો પણ કેટલાક લોકોએ ૨૦ ટકાના બદલે બે ટકા લેખે જ ટીડીએસ અને ટીસીએસ જમા કરાવ્યું હોવાનું ઈન્કમટેક્સ વિભાગને ધ્યાને આવ્યું હતું. તેમજ તે અંગેની નોટિસ પણ આપવામાં આવી હતી. તેનાકારણે દોડતા થયેલા કરદાતાઓએ તેમાં સુધારો કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. તે આધારે આગામી બે માસમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની મુદ્દત વધારી આપવામાં આવી છે.
જોકે અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ વિભાગે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની મુદતમાં ત્રણથી ચાર વખત વધારો કર્યો હતો. તેમ છતાં અનેક લોકો દ્વારા આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવતા નહીં હોવાના કારણે આખરે કાર્યવાહી કરવામાં આવી છે.
જોકે કાર્યવાહી કરીને નોટિસ આપવામાં આવતા હવેથી આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની કામગીરી જેની પણ બાકી છે તે ઝડપથી કરી લે તેવી શકયતાઓ વધી છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
