<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

બેન્‍ગલોરમાં ફોરબીએચકેનો ફલેટ ભાડે લેવા ૨૩ લાખની સિકયોરિટી ડિપોઝિટ

બેન્‍ગલોરમાં ભાડે રહેતા મોટી સંખ્‍યામાં લોકો અને ખાસ કરીને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના પગારની અડધાથી વધુ રકમ ભાડા પર ખર્ચ કરે છે

બેન્‍ગલોર,તા.૨૪: ભારતના સિલિકોન વેલી મનાતા બેન્‍ગલોરમાં એક મકાનમાલિકે તેના ફોર બેડરૂમ, હોલ, કિચનના ફ્‌લેટને ભાડે આપવા માટે ૨૩ લાખ રૂપિયાની સિકયોરિટી ડિપોઝિટ માગી હોવાની એક પોસ્‍ટ સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થઈ છે. આના પગલે લોકો કહી રહ્યા છે કે બેન્‍ગલોરના લોકો દુનિયામાં સૌથી લાલચી બની ગયા છે. ઘણા લોકોએ કહ્યું હતું કે આટલી રકમ માગવી એ ક્રેઝી અને અન્‍યાયી છે. ભારતનાં ઘણાં શહેરોમાં તો ૨૩ લાખ રૂપિયામાં ઘર ખરીદી શકાય છે. બેન્‍ગલોરમાં ભાડે રહેતા મોટી સંખ્‍યામાં લોકો અને ખાસ કરીને ઇન્‍ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરતા લોકો તેમના પગારની અડધાથી વધુ રકમ ભાડા પર ખર્ચ કરે છે. એક સોફ્‌ટવેર એન્‍જિનિયરે જણાવ્‍યું હતું કે ‘મારો વાર્ષિક પગાર ૭.૫ ટકા વધ્‍યો છે, પણ ભાડાની રકમમાં ૧૦ ટકાનો વધારો થયો હોવાથી ખર્ચા મેનેજ કરવા મુશ્‍કેલ છે. જો આમ જ ચાલુ રહેશે તો કોઈ દિવસ મારું ભાડું મારા પગાર કરતાં વધુ થશે.'

(10:22 AM IST)