હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શિક્ષકે વિદ્યાર્થીને ૪૦૦ ઉઠક બેઠક કરાવતા તબિયત લથડી
ક્લાસમાં વાત કરવાની આટલી મોટી સજા!

દેહરાદૂન,તા.૨૪: દેહરાદૂનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એકેડેમીના એક શિક્ષકે એનડીહે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને સજા તરીકે ૪૦૦ વખત ઉઠક બેઠક કરાવી આ પછી વિદ્યાર્થીની તબિયત બગડી અને તેને ૧૮ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. જ્યારે વિદ્યાર્થીના પિતાએ શિલોંગ પોલીસને આ બાબતની જાણ કરી, ત્યારે પોલીસે કેસ દેહરાદૂનનાં વસંત વિહાર પોલીસને ટ્રાન્સફર કર્યો. પોલીસે કેસ નોંધ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે.
શિલોંગના રહેવાસી મનજીત કુમાર બર્મન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં અગ્નિશામક તરીકે તૈનાત છે. તેમની ફરિયાદ મુજબ, ૧૫ એપ્રિલના રોજ, તેમણે તેમના પુત્રને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સેન્ચુરિયન ડિફેન્સ એકેડેમીમાં -વેશ અપાવ્યો.
૪ જુલાઈના રોજ, એકેડેમીના શિક્ષક જયએ તેમના પુત્ર વર્ગવ બર્મન અને તેમના સહાધ્યાયીને વર્ગમાં વાત કરતા સાંભળ્યા. વર્ગ પૂરો થયા પછી, શિક્ષકે તેના પુત્ર અને તેના મિત્રને બહાર બોલાવ્યા, તેમને ઠપકો આપ્યો અને ૪૦૦ સિટ-અપ્સ કરવાનું કહ્યું. ત્યારબાદ બંને બાળકોએ સિટ-અપ્સ કરવાનું શરૂ કર્યું. શિક્ષકે બીજા બાળકને એકલું છોડી દીધું પણ તેના દીકરાને આખી સંખ્યાના સિટ-અપ્સ કરાવ્યા.
તે સમયે વર્ગ્વા ઠીક હતો પરંતુ બીજા દિવસે સવારે તેની પીઠ અને બંને ઘૂંટણમાં સોજો અને ખેંચાણ થયો જેના કારણે તે એકેડેમી જઈ શકયો નહીં. ડરના કારણે, દીકરાએ તેના પરિવારને જાણ કરી નહીં અને પેઇનકિલર્સ લેવાનું ચાલુ રાખ્યું. જ્યારે દીકરાની હાલત વધુ ગંભીર થઈ ગઈ, ત્યારે તેમને તેની જાણ થઈ અને પરિવાર દેહરાદૂન પહોંચ્યો.
૧૦ જુલાઈના રોજ, તેમણે એકેડેમીના અધિકારીઓને ઈમેલ દ્વારા ફરિયાદ કરી અને શિક્ષક સામે કાર્યવાહીની માંગ કરી. એકેડેમીએ ફક્ત માફી લખી અને મામલો થાળે પાડી દીધો, એમ કહીને કે તેમનો દીકરો એકેડેમીની નજીક એક પીજીમાં રહે છે. તેણે તેની સંભાળ રાખી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો. પોલીસે આરોપી શિક્ષક જય વિરુદ્ધ તપાસ કરી રહી છે.(૪૦.૧૧)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
