News of Thursday, 24th July 2025
યુએઈ દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ
ભારત ૬૭મા નંબરે પણ અમેરિકા, યુકે અને કેનેડા કરતાં વધુ સેફ

દુબઈ,તા.૨૪: સર્બિયા સ્થિત વેબસાઇટ નમ્બિઓ એક સેફ્ટી ઇન્ડેક્સ પ્રગટ કરે છે જેમાં લોકો પોતાને પોતાના જ દેશમાં કેટલું સુરક્ષિત અનુભવે છે એનો સ્કોર હોય છે. નમ્બિઓ સેફ્ટી ઇન્ડેક્સ ૨૦૨૫ના ડેટા અનુસાર મિડલ ઈસ્ટના યુનાઇટેડ આરબ એમિરેટ્સ (યુએઈ)ને વિશ્વના સૌથી સુરક્ષિત દેશ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાજાશાહી ધરાવતા આ દેશમાં લોકો સુરક્ષિત રીતે રહી શકે છે અને તેમને ક્રાઇમનો ડર રહેતો નથી. -થમ ૧૦ દેશોમાં ત્યાર બાદ એન્ડોરા, કતર, તાઇવાન, મકાઉ (ચીન), ઓમાન, આઇલ ઓફ મેન, હોંન્ગકોંન્ગ (ચીન), આર્મેનિયા અને સિંગાપોરનો નંબર આવે છે. આ લિસ્ટમાં ભારત ૬૭મા ક્રમે છે. જોકે સુરક્ષિત દેશોની યાદીમાં ભારત બાદ કૅનેડા ૭૫મા ક્રમે, યુનાઇટેડ કિંગડમ (યુકે) ૮૬મા ક્રમે અને અમેરિકા ૯૧મા ક્રમે છે. આમ કેનેડા, યુકે અને અમેરિકા કરતાં ભારત વધારે સુરક્ષિત છે.
તેમના દ્વારા વિશ્વના સૌથી અસુરક્ષિત દેશોની યાદી પણ જાહેર કરવામાં આવી છે અને એમાં હૈતીને વિશ્વનો સૌથી અસુરક્ષિત દેશ ગણવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ત્યાર બાદ પાપુઆ ન્યુ ગિની, વેનેઝુએલા, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાનો ક્રમ આવે છે. ઇન્ડેક્સ મુજબ અન્ય અસુરક્ષિત દેશોમાં હોન્ડુરાસ, ટ્રિનિડેડ અને ટબેગો, સિરિયા, જમૈકા અને પેરુનો નંબર આવે છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
