News of Thursday, 24th July 2025
અનોખું મંદિર, ભક્તો ચઢાવે છે બુટ અને ચપ્પલ

ચેન્નાઈ,તા.૨૪: તમિલનાડુના સોરિમુથુ અય્યનાર મંદિરમાં ભક્તો બુટ અને ચપ્પલ ચઢાવે છે. ભક્તોનું માનવું છે કે ભગવાન અય્યનારના સાથી પટ્ટાવરાયણ ગામની રક્ષા માટે જંગલમાં ખુલ્લા પગે ચાલ્યા હતા. આથી તેઓને બુટ ચપ્પલ ચઢાવાય છે. આવું કરવાથી ભક્તોને પગના દુખાવામાં રાહત મળતી હોવાની માન્યતા છે. અહીંના એક શ્રદ્ધાળુ સેલ્વકુમારનો દાવો છે કે આ મંદિરમાં વિવિધ પ્રકારના ભોગ ધરાવાય છે. નદીના એક કિનારે શાકાહારી ભોજન અને બીજા કિનારે મટન પીરસવામાં આવે છે. પટ્ટાવરાયણને ચઢાવવામાં આવતો મહત્વનો પ્રસાદ બુટ છે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
