હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કંઈ પણ ખાધા વગર ૧ મહિનો ફક્ત બીયર ભરોસે રહ્યો શખ્સઃ થયું મળત્યુ
મળતકનાં ૧૬ વર્ષના દીકરાએ પોલીસને જણાવ્યું કે તે દરરોજ તેના પિતા માટે ગરમાગરમ ખોરાક બનાવતો હતો, પરંતુ તેના પિતા કંઈ ખાતા નહોતા તે ફક્ત બિયર પીતા

રાયંગ, તા.૨૪: આપણે અનેક વાર સાંભળ્યું હશે કે, દારૂ કે બીયર પીવાથી કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી અને કોઈનું મોત પણ થયું. આવી જ એક ઘટના થાઇલેન્ડથી સામે આવી છે. થાઈલેન્ડના રાયંગ શહેરમાં એક માણસનું મળત્યુ થયું. પ્રાથમિક વિગતો મુજબ આ માણસ એક મહિનાથી કંઈ ખાતો ન હતો તે ફક્ત બીયર પીતો હતો. જ્યારે લોકો તેના ઘરે પહોંચ્યા ત્યારે તે તેના પલંગ પર મળત હાલતમાં મળી આવ્યો અને તેની આસપાસ ૧૦૦ થી વધુ ખાલી બીયર બોટલો પડી હતી.
પ્રાથમિક વિગતો મુજબ આ માણસનું નામ થાવીસાક નામવોંગસા હતું અને તે ૪૪ વર્ષનો હોવાનું સામે આવ્યું છે. આ સાથે તેના લગ્ન પહેલા થયા હતા પરંતુ હવે તે એકલો રહેતો હતો. તેનો ૧૬ વર્ષનો દીકરો છે. દીકરાએ જણાવ્યું કે, તેના પિતા ઘણા દિવસોથી ફક્ત દારૂ પીતા હતા. તે દિવસે જ્યારે દીકરો સ્કૂલેથી ઘરે આવ્યો ત્યારે તેણે તેના પિતાને બેભાન જોયા. તે ખૂબ જ ડરી ગયો અને મદદ માટે લોકોને બોલાવ્યા પરંતુ મદદ પહોંચી ત્યાં સુધીમાં તેના પિતાનું મળત્યુ થઈ ગયું હતું.
અહેવાલ મુજબ જ્યારે બચાવકર્મીઓ તે માણસના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, તેના રૂમમાં ફ્લોર પર ૧૦૦ થી વધુ ખાલી બિયરની બોટલો ગોઠવાયેલી હતી. બોટલો એવી રીતે મૂકવામાં આવી હતી કે વચ્ચે ફક્ત એક નાનો રસ્તો બાકી હતો જેના દ્વારા તે માણસ તેના પથારીમાંથી ઉઠી શકતો હતો અને અંદર અને બહાર જઈ શકતો હતો.
સમગ્ર મામલે મળતકનાં ૧૬ વર્ષના દીકરાએ પોલીસને જણાવ્યું કે, તે દરરોજ તેના પિતા માટે ગરમાગરમ ખોરાક બનાવતો હતો. પરંતુ તેના પિતા કંઈ ખાતા નહોતા. તે ફક્ત બિયર પીતા હતો અને છેલ્લા એક મહિનાથી આ કરી રહ્યા હતા. દીકરાને તેના પિતાની કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યા વિશે ખબર નહોતી. પરંતુ તેણે કહ્યું કે, તેના પિતા ખૂબ જ દુઃખી હતા કારણ કે, તેના છૂટાછેડા થઈ ગયા હતા. કદાચ તે ઉદાસીને કારણે તેમણે ખાવાનું બંધ કરી દીધું અને ફક્ત બિયર પીવાનું શરૂ કર્યું. (









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
