હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનુ ટોચેથી પટકાયું : ૧૭૦૦ રૂા.નો કડાકો
સોનાના ભાવએ ૧,૦૩,૮૦૦ રૂા.ની ટોચની સપાટી બનાવ્યા બાદ ભાવો તૂટયા : ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૧,૦ર,૧૦૦ રૂા. થયા : ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ, તા., ર૪: સોનાના ભાવએ ટોચની સપાટી બનાવ્યા બાદ ફરી ભાવ તૂટયા હતા. ૧૦ ગ્રામે સોનામાં ૧૭૦૦ રૂપીયાનો કડાકો થયો હતો. જયારે ચાંદીના ભાવ સ્થિર રહયા હતા.
બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૭૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. ગઇકાલે સોનુ ૧૦ ગ્રામના ભાવએ ૧,૦૩,૮૦૦ ની ટોચની સપાટી બનાવ્યા બાદ ૧૭૦૦ રૂપીયા તુટી સોનુ ૧૦ ગ્રામના ભાવ ૧,૦ર,૧૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ૧૭,૦૦૦ નો કડાકો થયો હતો. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૩૮,૦૦૦ રૂા. ભાવ હતો તે ઘટીને આજે ૧૦,ર૧,૦૦૦ રૂા. થઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સોનામાં તેજીના તરખાટને પગલે સોનાના ભાવે સર્વોચ્ચ સપાટી બનાવી હતી. ચાંદીના ભાવે પણ ગઇકાલે સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આજે ચાંદીના ભાવ ૧,૧૮,૦૦૦ રૂપીયાની સપાટીએ સ્થિર રહયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
