<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

અનિલ અંબાણી ફરી મુશ્‍કેલીમાં: ઇડી તુટી પડતા શેર ગગડી ગયા

૫૦ કંપનીના ૩૫થી વધુ પ્રીમાઇસીસમાં ઇડી ત્રાટક્‍યું: ૨૫ લોકોની પુછપરછઃ પીએમએલએ હેઠળ કાર્યવાહી શરૂ

 અનિલ અંબાણી ફરી મુશ્‍કેલીમાં છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ ઇડી એ ગુરુવારે અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓના અનેક પરિસરમાં દરોડા પાડ્‍યા હતા. ઇડી એ યસ બેંક પર પણ દરોડા પાડ્‍યા છે. આ દરોડાને કારણે રિલાયન્‍સ પાવર અને રિલાયન્‍સ ઇન્‍ફ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્‍યો હતો. બંને કંપનીઓના શેર ૫ ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. મની લોન્‍ડરિંગ નિવારણ અધિનિયમ (પીએમએલએ) હેઠળ મુંબઈ અને દિલ્‍હીમાં ૫૦ કંપનીઓના ૩૫ થી વધુ પરિસર અને લગભગ ૨૫ વ્‍યક્‍તિઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઇડીના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, પ્રિવિેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ (પીએમએલએ) હેઠળ મુંબઈ અને દિલ્‍હીમાં ૫૦ કંપનીઓના ૩૫ થી વધુ પરિસર અને લગભગ ૨૫ વ્‍યક્‍તિઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેઓ ૨૦૧૭ અને ૨૦૧૯ વચ્‍ચે યસ બેંકમાંથી લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયાના ગેરકાયદેસર લોન ડાયવર્ઝનના આરોપોની તપાસ કરી રહ્યા છે.

 સૂત્રોએ જણાવ્‍યું હતું કે ઇડીને જાણવા મળ્‍યું છે કે લોન આપવામાં આવે તે પહેલાં, યસ બેંકના પ્રમોટરોને તેમના વ્‍યવસાયમાં પૈસા મળ્‍યા હતા. તેથી જ એજન્‍સી લાંચ અને લોનના આ કેસની તપાસ કરી રહી છે.

 સૂત્રોએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રીય એજન્‍સી યસ બેંક દ્વારા અનિલ અંબાણી જૂથની કંપનીઓને લોન મંજૂર કરવામાં ૅગંભીર ઉલ્લંઘનૅ ના આરોપોની તપાસ કરી રહી છે.

  આ કાર્યવાહી બાદ અનિલ અંબાણીની કંપની રિલાયન્‍સ પાવર અને રિલાયન્‍સ ઇન્‍ફ્રાના શેરમાં ભારે ઘટાડો થયો છે. બંને કંપનીઓના શેરમાં ૫-૫% નો ઘટાડો નોંધાયો છે. રિલાયન્‍સ પાવરના શેર બપોરે૫ ટકાના ઘટાડા સાથે ૫૯.૭૭ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે, રિલાયન્‍સ ઇન્‍ફ્રાના શેર લગભગ ૫ ટકાના ઘટાડા સાથે ૩૬૦ રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે.

 

(3:22 PM IST)