News of Thursday, 24th July 2025
કેટલાક ઉદ્યોગો ખાદ્યતેલના પેકિંગને લઇને લોકોને ‘ઉંધા ચશ્મા' પહેરાવી રહયા છે : રોકો
ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠને ગેરરીતીનો કર્યો પર્દાફાશ : સરકારને પત્ર લખી પગલાની માંગ કરી : લોકો ગેરમાર્ગે દોરાઇ રહયા છે

રાજકોટ, તા.૨૪: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને રાજયના ગ્રાહક બાબતોના મંત્રીને એક પત્ર લખી ખાદ્યતેલના પેકિંગ બાબતે કેટલાક મોટા ઉદ્યોગો દ્વારા આચરવામાં આવતી ગેરરીતીઓ અંગે ફરીયાદ કરી પગલા ભરવા માંગણી કરી છે.
સંગઠને પત્રમાં જણાવ્યું છે કે, ઘણા વર્ષોથી ખાદ્યતેલોનું પેકિંગ ૫૦૦ ML,1 લીટર, ૨ લીટર, ૫ લીટર,૧૫ લીટર અને ૧૫ કિલોના પેકિંગમાં થતું આવે છે. ૧૫ લીટર અને ૧૫ kg બંને પ્રકારનું પેકિંગ કાયદાકિય રીતે allowed છે. માત્ર ૧૫ કિલો માં કેટલા લીટર થાય તે પણ સાથે સ્પષ્ટ પણે વાંચી શકાય તે લખવું જરૂરી છે.
દા.તઃ ૧૫ કિલો અને ૧૬.૪૮૪ લીટર બંને લખવા ફરજિયાત છે, ૧૫ લીટરનું પેકિંગ હોય તો ૧૫ લીટર તેમજ ૧૩.૬૫૦ kg બંને મેન્શન કરવા ફરજિયાત છે આ ઉપરાંત ૫ લીટરના પેકિંગમાં ૪.૫૫૦ કિલો ૧ લીટરના પેકિંગમાં ૦.૯૧૦ ગ્રામ આમ બંને માત્રા લીટર અને કિલોમાં મેન્શન કરવું ફરજિયાત છે અને આ પેકિંગ ૫૦૦ ML, ૧ લીટર, ૨લીટર પછી પાંચના મલ્ટીપલમાં ભરવું ફરજિયાત છે એટલે કે પાંચ કિલો અથવા પાંચ લીટર, ૧૦ કિલો અથવા ૧૦ લીટર, ૧૫ કિલો અથવા ૧૫ લીટર એ જ માત્રમાં ખાદ્યતેલ ભરી શકાય.
અત્યાર સુધી ખાદ્યતેલના ડબ્બાઓ ૧૫ kg અથવા ૧૫ લીટર માં જ ભરાતા અને ૧૫ લીટર ના ડબાના લેબલ પર ૧૩.૬૫૦ કિલો એ સ્પષ્ટ પ્રમાણે લખાતું.
પરંતુ હાલમાં કેટલાક મોટા ઉત્પાદકોએ ૧૩ kg તેલ ભરવાનું શરૂ કર્યું છે. આવું કરવા પાછળ તેમનો બદઈરાદો લોકોને છેતરવાનો છે ૧૫ લીટર ના ડબા કે જેમાં ૧૩.૬૫૦ કિલો તેલ હોય છે. તેની સરખામણીએ ૧૩ kg તેલ ભરી ભાવ નીચો રાખી ગ્રાહકને આ ૧૫ લીટર નો ડબ્બો છે તેવી ભ્રમણામાં રાખી ઓછા તેલ પધરાવા નો અતિ મલીન ઈરાદો આવા એકમો ધરાવે છે. તેઓ ૧૩ kg ની નીચે લીટરની માત્રા એકદમ ઝીણા અક્ષરે લખે છે કે જેથી આ ડબ્બામાં ૧૫ લીટર કરતા ઓછું તેલ છે તેનો જલ્દી ખ્યાલ ન આવે.
આ ઉપરાંત ૫ લીટર ના જારમાં ૫ લીટર અને ૪.૫૫૦ kg સ્પષ્ટ પણે લખવું જોઈએ. તેને બદલે એકદમ નાના અક્ષરે ૪.૩૫૦ કિલો લખી ઓછું તેલ ભરી લોકોને છેતરે છે.આ ઉપરાંત ૧ લિટર પાઉચ માં ૦.૯૧૦ ગ્રામ લખવું જોઈએ જેને બદલે ૦.૮૭૦ ગ્રામ નાના અક્ષરે લખી ઓછુ તેલ ભરીને લોકોને છેતરે છે. અત્યાર સુધી આજ એકમો પાંચ લીટર અને ૪.૫૫૦ kg અને ૧ લીટર અને ૦.૯૧૦ ગ્રામ મેન્શન કરતા હતા હવે એકાએક પાંચ લીટર એટલે ૪.૩૫૦ kg અને ૧ લીટર એટલે ૦.૮૭૦ ગ્રામ કેવી રીતે થઈ ગયું તે આશ્ચર્યજનક વાત છે વી રીતે થઈ ગયું તે આશ્વર્યજનક વાત છે.
આમ મનસ્વી રીતે તેલના પેકીંગ માં ફેરફાર કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. ૫૦૦ ML, ૧ લીટર, ૨ લીટર, ૫ લીટર, ૧૦ કિલો કે ૧૦ લીટર, ૧૫ KG કે ૧૫ લીટર એ વધુ રીતે યોગ્ય હતું. તેને બદલે ૧૩ કિલો ભરવું એનો શું મતલબ ? આ રીતેતો ગમે તે વ્યક્તિ પોતાની રીતે ભરતી કરતો થઇ જાય તો શું પરિસ્થિતિ ઉભી થાય. કોઈ ૧૨ કિલો ભરવા લાગે, કોઈ ૧૪ કિલો ભરવા લાગે, કોઈ ૧૧ કિલો ભરવા લાગે તો લોકો Misguide થવાના જ માટે પહેલાની જેમ ૫૦૦ ML, ૧ લીટર, ૨ લીટર, ૫ લીટર, ૧૦ કિલો કે ૧૦ લીટર, અને ૧૫ KG કે ૧૫ લીટર એમ standard જ જાળવી રાખવું જોઈએ.
આવી ઓછી ભરતી ભરતા લોકોનો દાવો એવો છે કે તેઓ Fortified કરેલ ખાદ્યતેલ આવા પેકિંગમાં ભરે છે તેથી આવી odd ભરતી કરવાની છુટ હોય. આવી છુટ અમારા ધ્યાનમાં તો નથી તેમજ ખાદ્યતેલમાં Fortification પેકિંગ કર્યા પહેલા થઇ જતું હોય તો વજન વધવાનો પ્રશ્નો રહેતો નથી પણ જો છૂટ હોય તો પણ આવા પ્રયત્નો લોકોને ગેરમાર્ગે દોરવા માટેના છે. માટે પહેલાની જેમ standard ભરતીનો જ સરકાર આગ્રહ રાખે અને standard ભરતીથી વિમુખ થનાર પર શિક્ષાત્મક પગલા ભરે તેવી અમારી માંગણી છે.
Standard ભરતી નીચે મુજબ છે
500 ML 0.455 ગ્રામ
૧ લીટર - ૦.૯૧૦ ગ્રામ
૨ લીટર - 1.820 kg
૫ લીટર - 4.550 kg
૧૫ લીટર - ૧૩.૬૫૦ kg
૧૫ kg - ૧૬.૪૮૪ લીટર
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
