News of Thursday, 24th July 2025
રશીયાના પુર્વ અમુર વિસ્તારમાં ઍંગારા ઍરલાઇન્સનું વિમાન ક્રેશઃ ૪૯ યાત્રીકોના મોત
એક કલાક શોધખોળ કર્યા બાદ વિમાનનો કાટમાળ મળ્યો

નવી દિલ્હી, તા., ર૪ઃ રશિયાના પૂર્વ અમુર વિસ્તારમાં વિમાન ક્રેશના સમાચાર સામે આવ્યા છે. વિમાન કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટ્યા બાદ ગુમ થઈ ગયું હતું. ૧ કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.
રશિયાના પૂર્વ અમુર વિસ્તારમાં વિમાન ક્રેશના સમાચાર સામે આવ્યા છે. ઍંગારા ઍરલાઈન્સનું ખ્ઁ-૨૪ યાત્રી વિમાન ઍર ટ્રાફિક કંટ્રોલ રૂમથી સંપર્ક તૂટ્યા બાદ ગુમ થઈ ગયું હતું. ઍક કલાક સુધી ચાલેલી શોધખોળ બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. અહેવાલો અનુસાર વિમાનમાં સવાર તમામ ૪૯ લોકોના મોત થયા છે.
પ્રારંભિક અહેવાલો અનુસાર આ વિમાનમાં ૪૩ યાત્રીઓ જેમાં ૫ બાળકો અને ૬ ક્રૂ મેમ્બર સવાર હતા. કુલ મળીને વિમાનમાં લગભગ ૪૯ લોકો હતા. જેમાં તમામ લોકોના દુર્ઘટનામાં મોત થયા છે.
ઇન્ટરફેક્સના અહેવાલ મુજબ ટિંડા ઍરપોર્ટ પર વિમાને પહેલીવાર લેન્ડિંગ કરવાનો કર્યો પણ નિષ્ફળ ગયું, જ્યારે તેણે બીજી વખત લેન્ડિંગ કરવાનો ઙ્કયાસ કર્યો ત્યારે ઍ રડાર પરથી જ ગાયબ થઈ ગયું.
સ્થાનિક ઈમરજન્સી વિભાગે જણાવ્યું કે ઍંગારા ઍરલાઇનનું આ વિમાન અમુર ક્ષેત્રના ટિન્ડા શહેર નજીક પહોંચતી વખતે રડાર સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયું હતું. ટિંડા શહેર રશિયાની રાજધાની મોસ્કોથી લગભગ ૬,૬૦૦ કિલોમીટર પૂર્વમાં આવેલું છે. વિમાનનો સંપર્ક તૂટ્યા બાદ બચાવ અને શોધખોળ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. બાદમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
