પાકિસ્તાનને ઘૂંટણીએ પાડનારી ભારતીય 'આકાશ' મિસાઈલ પર UAE થયું ફિદા! 600 મિલિયન ડોલરની ઐતિહાસિક ડીલ પાક્કી!
પાકિસ્તાની મીડિયામાં હડકંપ: કારણ કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતની આકાશ ડિફેન્સ સિસ્ટમ એ પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોના છગ્ગા છોડાવી દીધા હતા.

ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ જે રીતે પાકિસ્તાનને ધૂળ ચટાડી અને ભારતના સ્વદેશી હથિયારોએ પાકિસ્તાની સેના તેમજ સમગ્ર પાકિસ્તાનની હવા ટાઈટ કરી નાખી, ત્યારથી દુનિયાભરના દેશો ભારતની તાકાતનો લોખંડી પરચો માની રહ્યા છે. હવે તો "મેડ ઇન ઇન્ડિયા" હથિયારોના તેઓ દીવાના બની ગયા છે. આ યાદીમાં ભારતનો જ નહીં, પરંતુ પાકિસ્તાનનો પાડોશી દેશ યુનાઇટેડ આરબ અમીરાત (UAE) પણ સામેલ થઈ ગયું છે. UAE અને ભારત વચ્ચે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ માટે ઐતિહાસિક ડીલ થવા જઈ રહી છે, જેની કિંમત લગભગ 600 મિલિયન ડોલર આંકવામાં આવી રહી છે.
આ ડીલથી પાકિસ્તાન કેમ તણાવમાં આવ્યું?
જોકે આ ડીલ હજુ અંતિમ તબક્કામાં નથી અને તેના પર આગામી મહિને, એટલે કે ઓગસ્ટમાં, જ્યારે UAE ના સંરક્ષણ અધિકારીઓ ભારતની મુલાકાતે આવશે ત્યારે મહોર લાગશે. પરંતુ માત્ર આ સમાચારથી જ પાકિસ્તાની મીડિયામાં હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનના તણાવ પાછળનું કારણ પણ સ્પષ્ટ છે: તાજેતરમાં થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતની આકાશ ડિફેન્સ સિસ્ટમ એ પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલોના છગ્ગા છોડાવી દીધા હતા.
પાકિસ્તાનને ધોબીપછાડ આપનારા હથિયારો પર UAE ફિદા!
હવે પાકિસ્તાનનો નજીકનો મિત્ર ગણાતો UAE જ ભારત પાસેથી આકાશ મિસાઈલ ખરીદવા જઈ રહ્યો છે. આનાથી પાડોશી દેશના થિંક ટેન્ક પોતાની જ સરકારને કોસી રહ્યા છે. પાકિસ્તાનને બેવડો ઝટકો લાગ્યો છે: પહેલો તો ઓપરેશન સિંદૂરમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો અને બીજું, જે ડિફેન્સ સિસ્ટમ્સને કારણે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામી થઈ, તે જ હવે સમગ્ર વિશ્વમાં છવાઈ રહી છે.
આકાશ મિસાઈલની ખાસિયતો શું છે?
આકાશ મિસાઈલની આટલી ચર્ચા વ્યર્થ નથી. આ ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વદેશી SAM (સરફેસ-ટુ-એર મિસાઈલ) છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
• લક્ષ્ય ભેદવાની ક્ષમતા: આકાશ મિસાઈલ હવામાં 25 કિલોમીટર સુધીના લક્ષ્યોને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
• દુશ્મનને ઠેર કરવાની શક્તિ: તે દુશ્મનના ડ્રોન, હેલિકોપ્ટર અને ક્રુઝ મિસાઈલ ને તોડી પાડવામાં સક્ષમ છે.
• લોન્ચર્સ અને મિસાઈલ્સ: આ સિસ્ટમમાં 4 સેલ્ફ પ્રોપેલ્ડ લોન્ચર્સ હોય છે અને દરેક લોન્ચરમાં 3 મિસાઈલ સમાયેલી હોય છે.
આનો અર્થ એ થયો કે આકાશના એક જ વારથી દુશ્મનના અનેક લક્ષ્યો તબાહ થઈ શકે છે. આ જ કારણ છે કે UAE સહિત ડઝનબંધ દેશો આ મિસાઈલના દીવાના છે. આ જ વાત પાકિસ્તાની વઝીર શાહબાઝ શરીફ, આર્મી ચીફ મુનીર અને તેમની જનતાને પણ હજમ થઈ રહી નથી.
આ ડીલ ભારતની સંરક્ષણ નિકાસ માટે એક મોટો માઇલસ્ટોન સાબિત થશે અને વિશ્વમાં ભારતની વધતી શક્તિનો પરચો આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
