News of Thursday, 24th July 2025
WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું હૃદય રોગના હુમલાથી અવસાન : 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

નવી દિલ્હી: વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ એટલે કે WWE માટે દુઃખદ સમાચાર આવ્યા, જ્યારે WWE સુપરસ્ટાર હલ્ક હોગનનું હૃદય રોગના હુમલાને કારણે અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા. આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ દુઃખી છે. WWE એ તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટ લખીને આ વાતની પુષ્ટિ કરી છે
અહેવાલો અનુસાર, ગુરુવારે સવારે હલ્કના ઘરે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. તે ફ્લોરિડાના ક્લિયરવોટરમાં રહેતો હતો. પોલીસ અને ડોક્ટરો તેના નિવાસસ્થાનની બહાર હાજર હતા. હલ્ક હોગનને સ્ટ્રેચર પર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે બચી શક્યા નહીં અને તેમણે દુનિયાને અલવિદા કહ્યું. હલ્ક હોગનનો જન્મ 11 ઓગસ્ટ 1953 ના રોજ જ્યોર્જિયાના ઓગસ્ટામાં થયો હતો.
હલ્ક હોગન કુસ્તીની દુનિયામાં એક મોટું નામ હતું. હલ્ક હોગને 1980 અને 1990 ના દાયકામાં WWE (તે સમયે WWF) ને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. તે તેના લાલ-પીળા પોશાક, લાંબા સોનેરી વાળ અને હેન્ડલબાર મૂછો માટે ખૂબ જ લોકપ્રિય હતો. તેનો હલ્કમેનિયા સૂત્ર ચાહકોમાં ખૂબ પ્રખ્યાત હતો.
હલ્ક હોગને 6 વખત WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતી હતી અને રેસલમેનિયા જેવી મોટી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેણે આન્દ્રે ધ જાયન્ટ, રેન્ડી સેવેજ અને ધ રોક જેવા રેસલર્સ સાથે યાદગાર લડાઈઓ કરી હતી. કુસ્તી ઉપરાંત, હલ્ક હોગને ફિલ્મો અને ટીવી શોમાં પણ કામ કર્યું હતું. હલ્ક WWE હોલ ઓફ ફેમર પણ બન્યો છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
