<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મોદી સરકારનો ખેડૂત હિતમાં મોટો નિર્ણય

નકલી જંતુનાશકો વેચનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપતા શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નકલી જંતુનાશક દવાઓ વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે અધિકારીઓને તાત્કાલિક આદેશો આપ્યા છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી દેશભરના ખેડૂતો દ્વારા નકલી અને ગુણવત્તાવિહીન જંતુનાશક દવાઓને કારણે તેમના પાકને ભારે નુકસાન થવાની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈને સરકારે આ પગલું ભર્યું છે.

 

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, નકલી જંતુનાશકોના વેચાણ અને ઉત્પાદનમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને બક્ષવામાં નહીં આવે. આવા તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળી રહે અને તેમને આર્થિક નુકસાનથી બચાવી શકાય.

 

આ નિર્ણયથી ખેડૂતોમાં વિશ્વાસ વધશે અને કૃષિ ક્ષેત્રે નકલી ઉત્પાદનોના દૂષણને રોકવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

(11:12 PM IST)