<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પીએફ અકાઉન્‍ટ ખાલી હોય તો પણ મળશે રૂ. ૫૦,૦૦૦

જો કોઈ કર્મચારીનું કામ કરતી વખતે મળત્‍યુ થાય છે, તો તેના પરિવાર (નોમિની) ને વીમાના પૈસા તરીકે ઓછામાં ઓછા રૂપિયા મળશે - અગાઉ આ વીમો મેળવવા માટે પીએફ ખાતામાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા હોવા જરૂરી હતા

નવી દિલ્‍હી તા.૨૫: કર્મચારી ભવિષ્‍ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એ કર્મચારી ડિપોઝિટ લિંક્‍ડ ઇન્‍શ્‍યોરન્‍સ (ઇડીયુ) યોજનામાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ નવા નિયમો કરોડો કામદારો અને તેમના પરિવારોને મદદ કરશે.

જો કોઈ કર્મચારીનું કામ કરતી વખતે મળત્‍યુ થાય છે, તો તેના પરિવાર (નોમિની) ને વીમાના પૈસા તરીકે ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા મળશે - ભલે તેના પીએફ ખાતામાં પૈસા ન હોય. અગાઉ, આ વીમો મેળવવા માટે પીએફ ખાતામાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા હોવા જરૂરી હતા.

જો કોઈ કર્મચારી નોકરી બદલે છે અને ૬૦ દિવસ સુધીનો ગેપ હોય છે, તો તેને બ્રેક તરીકે ગણવામાં આવશે નહીં. તેનો અર્થ એ છે કે કુલ નોકરીનો સમયગાળો વીમા લાભ માટે એકસાથે સતત સેવા તરીકે ગણવામાં આવશે.

જો કોઈ કર્મચારી તેના છેલ્લા પગારમાંથી જેમાંથી પીએફ કાપવામાં આવ્‍યો હતો તે પછી ૬ મહિનાની અંદર મળત્‍યુ પામે છે, તો તેના નોમિનીને હજી પણ વીમાના પૈસા મળશે. તેથી, જો વ્‍યક્‍તિ હાલમાં કામ ન કરતી હોય પરંતુ છેલ્લા પીએફ યોગદાનના ૬ મહિનાની અંદર મળત્‍યુ પામી હોય, તો પણ પરિવારને લાભ આપવામાં આવશે.

ઇડીયુ યોજના ઇપીએફઓ હેઠળની એક જીવન વીમા યોજના છે. જો કર્મચારીનું કામ કરતી વખતે મળત્‍યુ થાય છે તો આ યોજના હેઠળ તે કર્મચારીના પરિવારને વીમાના ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે - કર્મચારીને આ વીમા માટે કોઈ રકમ ભરવાની જરૂર નથી. છેલ્લા પગારના આધારે વીમાની રકમ ૨.૫ લાખ રૂપિયાથી ૭ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે, એવી જાહેરાત કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એકસ પર સત્તાવાર એકાઉન્‍ટથી ઇપીએફઓએ જાહેરાત કરી કે, ઇડીયુ યોજના હેઠળ ઇપીએફઓ સભ્‍યો માટે મોટી રાહત! હવે, ઇડીયુ યોજના, ૧૯૭૬ હેઠળ બે નોકરીઓ વચ્‍ચે ૨ મહિના સુધીના અંતરને સતત સેવા તરીકે ગણવામાં આવશે - જે તમારા પ્રિયજનો માટે અવિરત ખાતરી લાભો સુનિヘતિ કરે છે. આ નવા નિયમથી પીએફના લાભાર્થીઓને મોટી રાહત મળી છે.(૩૮.૨)

(9:41 AM IST)