<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

નવા ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીમાં કોણ બાજી મારશે?

NDA અને વિપક્ષ પાસે કેટલું છે સંખ્‍યાબળ?

નવી દિલ્‍હી,તા.૨૫: જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ચૂંટણી પંચે તૈયારીઓ શરુ કરી દીધી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ એનડીએને સ્‍પષ્ટ બહુમત મળી શકશે અને તે પોતાના ઉમેદવારને જીતાડશે. કે પછી વિપક્ષી પાર્ટીની મદદ લેવી પડશે. લોકસભામાં તો સરકાર પાસે પૂરતા આંકડા છે, પણ રાજ્‍યસભામાં આ ગણિત શું કહે છે?

સૌથી પહેલા જાણીએ ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે. ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણી ઈલેક્‍ટોરલ કોલેજથી થાય છે. લોકસભા અને રાજ્‍યસભાના તમામ સભ્‍યો તેમાં મતદાન કરે છે. ખાસ વાત, નોમિનેટેડ મેમ્‍બર પણ આ તેમાં વોટ આપી શકે છે. મતદાન સીક્રેટ બેલેટથી થાય છે અને તેમાં સિંગલ ટ્રાંસફરેબલ વોટ સિસ્‍ટમ્‍સ અપનાવવામાં આવે છે. ઉમેદવારને જીતવા માટે બહુમત (૫૦% +૧) પૂરતો માનવામાં આવે છે.

હવે ગણિત શું કહે છે?

લોકસભા-૫૪૨ (૫૪૨માંથી ૧ સીટ ખાલી) રાજ્‍યસભા- ૨૪૦ (૨૪૫માંથી ૫ સીટ ખાલી), જેમાં ૪ જમ્‍મુ કાશ્‍મીરની છે કૂલ વોટર ૭૮૨, બહુમત માટે જરુરી- ૩૯૨ વોટ, NDA પાસે કેટલું સમર્થન, લોકસભામાં- ૨૯૩ સભ્‍ય NDAના સમર્થનમાં રાજ્‍યસભામાં-૧૨૯ સભ્‍ય (ભાજપ સહયોગી ૪ નોમિનેટેડ) પણ કેટલીય પાર્ટીનો સાથ મળી શકે કૂલ NDA સમર્થન-૪૫૭ સ્‍પષ્ટ વાત, આ આંકડો બહુમતથી ૬૫ વધારે છે. જે એનડીએને નિર્ણાયક લીડ આપે છે. એટલે કે એનડીએ આસાનીથી પોતાના ઉમેદવારને જીતાડી શકે છે.

 રાજ્‍યસભામાં કૂલ ૧૨ નોમિનેટેડ સભ્‍ય હોય છે. જેમાં રાષ્‍ટ્રપતિ લિટ્રેચર, સાયન્‍સ, આર્ટ અને સોશિયલ સર્વિસના ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનારા વ્‍યક્‍તિઓમાંથી પસંદ કરે છે. આ સભ્‍યોને પણ ઉપરાષ્‍ટ્રપતિ ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર હોય છે. હાલમાં જ ચાર નવા નોમિનેટેડ સભ્‍ય રાજ્‍યસભામાં સામેલ કર્યા છે, જેઓ એનડીએ સમર્થક હોવાની સંભાવના માનવામાં આવી રહી છે.

વિપક્ષી ઈંડિયા અલાયંસને લોકસભા અને રાજ્‍યસભામાં મળીને લગભગ ૩૨૫ની આસપાસ વોટ મળવાની સંભાવના છે, જે બહુમતથી ખૂબ દૂર છે. બીએસપી, ળ્‍લ્‍ય્‍ઘ્‍ભ્‍ અને BJDનું વલણ હજુ સુધી સ્‍પષ્ટ નથી, પણ ગત ચૂંટણીમાં તે એનડીએન તરફ હતા.

નામાંકન પ્રક્રિયા અને ચૂંટણીની તારીખ ઘોષણા ચૂંટણી પંચ દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. ભાજપના પાર્લિયામેંટરી બોર્ડની બેઠકમાં સંભવિત ઉમેદવારોના નામો પર વિચાર શરુ થઈ ચુકયા છે. આશા છે કે પ્રધાનમંત્રી મોદીની વિદેશ યાત્રા બાદ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે.

(10:00 AM IST)