<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પત્‍નીએ ડિનરમાં ચિકન અને ચાઇનીઝ ન બનાવ્‍યું તો પતિએ ઢોર માર માર્યો

મુંબઈ,તા.૨૫: મુંબઈના ટ્રોમ્‍બે કોલીવાડામાં, એક પુરુષને રાત્રિભોજન માટે પૂરતું ચિકન અને ચાઇનીઝ ખોરાક ન મળતાં ગુસ્‍સો આવી ગયો. અને તેણે તેની પત્‍નીને ઢોર માર માર્યો. લાકડી વડે હુમલો કર્યો. આ હુમલામાં તેની પત્‍ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી, પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તેને દહેજ ઉત્‍પીડનનો કેસ માની રહી છે. પોલીસના જણાવ્‍યા મુજબ, આ હૃદયદ્રાવક ઘટના ૩ જુલાઈના રોજ ટ્રોમ્‍બે કોલીવાડામાં બની હતી. ૩૮ વર્ષીય અજય અરુણ દાભાડે તેના પરિવાર સાથે ડિનર કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે તેની પત્‍ની સ્‍વાતિ પાસેથી ચિકન અને ચાઇનીઝની માગણી કરી. સ્‍વાતિએ તેને કહ્યું કે તે વધુ પીરસી શકતી નથી કારણ કે જમવાનું પૂરું થઈ ગયું છે. આ સાંભળીને અજય ગુસ્‍સે થઈ ગયો. એવો આરોપ છે કે તેણે  લોખંડના સળિયાથી હુમલો કર્યો. હુમલા પછી, લોહીથી લથપથ સ્‍વાતિને તાત્‍કાલિક શતાબ્‍દી હૉસ્‍પિટલમાં લઈ જવામાં આવી, જ્‍યાં તેની સારવાર કરવામાં આવી.(

(10:03 AM IST)