<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પીએમ મોદીએ કિંગ ચાર્લ્‍સ સાથે કરી મુલાકાતઃ આપી ખાસ ભેટ

લંડન,તા.૨૫: વડાપ્રધાન મોદી ગુરુવારે યુનાઇટેડ કિંગડમની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન સેન્‍ડ્રિંગહામ હાઉસ ખાતે કિંગ ચાર્લ્‍સ III ને મળ્‍યા. મુલાકાત દરમિયાન, તેમણે કિંગ ચાર્લ્‍સને પાનખરમાં વાવવા માટે એક વળક્ષ ભેટમાં આપ્‍યું. રાજવી પરિવારે એક્‍સ પર પોસ્‍ટ કરીને આ માહિતી આપી. રાજવી પરિવારે એક્‍સ પર એક પોસ્‍ટમાં લખ્‍યું કે બપોરે, રાજાએ ભારતના વડા પ્રધાન  મોદીનું સેન્‍ડ્રિંગહામ હાઉસ ખાતે સ્‍વાગત કર્યું. આ દરમિયાન, મહામહિમને આ પાનખરમાં વાવવા માટે એક વળક્ષ ભેટમાં આપવામાં આવ્‍યું, જે વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલ પર્યાવરણીય પહેલ, ‘‘માતાના નામે એક વળક્ષ''થી પ્રેરિત છે, જે લોકોને તેમની માતાઓના માનમાં એક વળક્ષ વાવવા માટે પ્રોત્‍સાહિત કરે છે

(10:05 AM IST)