News of Friday, 25th July 2025
પીએમ મોદી બ્રિટનના એ રાજમહેલમાં પહોંચ્યાઃ જ્યાં આજ સુધીમાં કોઈ ભારતીય નેતા નથી ગયા
સૈંડ્રિંઘમ હાઉસ ઈંગ્લેન્ડના નોરફોક કાઉન્ટીમાં એક શાનદાર રોયલ એસ્ટેટ છે, તેને હંમેશા બ્રિટિશ રાજાશાહીના પ્રાઈવેટ રિટ્રીટ કહેવાય છે

લંડન,તા.૨૫: પ્રધાનમંત્રી મોદીનો બ્રિટન પ્રવાસ કેટલાય અર્થમાં ઐતિહાસિક રહ્યો. સવારે મેગા ડીલના સમાચાર આવ્યા, તો બંને દેશોએ કેટલાય મુદ્દા પર સાથી ચાલવાની જાહેરાત કરી. પણ તેમાં સૌથી ખાસ વાત એ રહી છે કે પીએમ મોદીનું સૈંડ્રિંઘમ પેલેસ પહોંચવાનું એટલે કે એ શાહી નિવાસ જ્યાં બ્રિટનના રાજા અને તેમનો પરિવાર રજા માણવા આવે છે. આ પહેલી વાર થયું છે, જ્યારે કોઈ ભારતીય નેતા આ ખાસ જગ્યા પર સત્તાવાર રીતે પહોંચ્યા છે અને તેમને ખુદ રાજા ચાર્લ્સે રિસીવ કર્યા.
સૈંડ્રિંઘમ હાઉસ બ્રિટિશ રાજાશાહીના પ્રાઈવેટ રિટ્રીટ કહેવાય છે. અહીં ૧૯મી સદીમાં બનેલું હતું અને ત્યારથી બ્રિટનના રાજાઓનું સમય પસાર કરવાનું ઠેકાણું રહ્યું છે. મહારાની એલિઝાબેથ દ્વિતિયે પણ અહીં પોતાના જીવનની અનેક પળ અહીં વિતાવી હતી. દર વર્ષે ક્રિસમસના અવસર પર આખી રોયલ ફેમિલી અહીં એકઠી થાય છે.
સેન્ડ્રિંઘમ માત્ર એક બિલ્ડિંગ નથી, ૮૦૦૦ એકરથી વધુનો એસ્ટેટ છે. તેમાં જંગલ, તળાવો, ફાર્મલેન્ડ અને ચર્ચનો સમાવેશ થાય છે. સેન્ડ્રિંઘમ હાઉસ રોયલ ફેમિલી માટે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓનું પરંપરાગત સ્થળ છે. દર વર્ષે ક્રિસમસની સવારે શાહી પરિવાર સેન્ટ મેરી મેગ્ડેલેન ચર્ચમાં હાજર રહે છે. અહીં સામાન્ય રીતે રાજકારણીઓની નહીં, પરંતુ પરિવાર અને નજીકના મિત્રોની મહેમાનનવાજી થાય છે. તેથી પીએમ મોદીનું ત્યાં જવું બતાવે છે કે બ્રિટન હવે ભારતને માત્ર રાજનૈતિક નહીં, પરંતુ સાંસ્કળતિક અને ભાવનાત્મક રીતે પણ ખાસ સ્થાન આપી રહ્યું છે. ઉનાળામાં આ મહેલ પ્રવાસીઓ માટે આંશિક રીતે ખોલવામાં આવે છે. અહીં મ્યુઝિયમમાં શાહી પરિવારની જૂની કારો, શિકાર ટ્રોફી, અને ઐતિહાસિક દસ્તાવેજો જોઈ શકાય છે.
સેન્ડ્રિંઘમ હાઉસને વર્ષ ૧૮૬૨માં પ્રિન્સ અલ્બર્ટ (એડવર્ડ સાતમા) માટે ખરીદવામાં આવ્યું હતું. ત્યારથી આ બ્રિટિશ રોયલ ફેમિલીની ખાનગી સંપત્તિ છે. આ જગ્યા સામાન્ય રીતે વિદેશી નેતાઓ માટે ખુલ્લી નથી, તેથી પીએમ મોદીની અહીં હાજરી ઐતિહાસિક માનવામાં આવી રહી છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
