News of Friday, 25th July 2025
બ્રિટનની ટોચની યુનિનાં કેમ્પસ ભારતમાં ખુલશેઃ વિદેશ ગયા વિના મળશે ગ્લોબલ ડિગ્રી
પીએમ મોદીની મોટી જાહેરાત-બ્રિટનની છ મોટી યુનિવર્સિટીઓ હવે ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા જઈ રહી છે

નવી દિલ્હી તા.૨૫: પીએમ મોદીની બ્રિટન મુલાકાત દરમિયાન, શિક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. બ્રિટનની છ મોટી યુનિવર્સિટીઓ હવે ભારતમાં પોતાના કેમ્પસ ખોલવા જઈ રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને નવી શિક્ષણ નીતિ (એનઇપી૨૦૨૦) ને પ્રોત્સાહન આપવાનો છે. બ્રિટન અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી દર વર્ષે વેપાર ૩૪ અબજ ડોલર બિલિયન સુધી વધશે
દરમિયાન ભારતમાં યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન - ગુરુગ્રામ કેમ્પસ શરૂ થયું છે, લિવરપૂલ યુનિવર્સિટી - ૨૦૨૬-૨૭ સુધી બેંગલુરુમાં કેમ્પસ, યોર્ક યુનિવર્સિટી - મુંબઈ કેમ્પસ માટે તૈયારી, એબરડીન યુનિવર્સિટી - મુંબઈ માટે વાટાઘાટો ચાલુ છે, બ્રિસ્ટોલ યુનિવર્સિટી - મુંબઈ કેમ્પસ પર ચર્ચા થઇ રહી છે.
ભારત-યુકે ઉચ્ચ શિક્ષણ ભાગીદારીને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલામાં, પાંચ પ્રતિષ્ઠિત બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતીય શહેરોમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે તૈયાર છે, જેમાં સાઉધમ્પ્ટન યુનિવર્સિટી પહેલાથી જ ગુરુગ્રામમાં સ્થાપિત થઈ રહી છે.
ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વિશે બોલતા પીએમ મોદીએ કહ્યું - આજે આપણા સંબંધોમાં એક ઐતિહાસિક દિવસ છે. મને ખુશી છે કે ઘણા વર્ષોની મહેનત પછી, આજે આપણા બંને દેશોએ એક વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પીએમએ કહ્યું, શિક્ષણ ક્ષેત્રે પણ, આપણે સાથે મળીને એક નવો અધ્યાય લખી રહ્યા છીએ. છ બ્રિટિશ યુનિવર્સિટીઓ ભારતમાં તેમના કેમ્પસ ખોલી રહી છે. ગયા અઠવાડિયે જ, સાઉથમ્પ્ટન યુનિવર્સિટીએ ભારતના ગુરુગ્રામ શહેરમાં તેના પ્રથમ કેમ્પસનું ઉદ્ધાટન કર્યું.
રસેલ ગ્રુપની સંસ્થા અને ટોચની ૧૦૦ વૈશ્વિક યુનિવર્સિટીઓમાંની એક, સાઉથમ્પ્ટન યુનિવર્સિટી, આ ઓગસ્ટમાં ગુરુગ્રામના ઇન્ટરનેશનલ ટેક પાર્ક ખાતે તેના ભારતીય કેમ્પસનું ઉદ્ધાટન કરશે. ૨૦૨૩ ના યુજીસી નિયમો હેઠળ ભારતમાં ઔપચારિક રીતે શાખા ખોલનાર આ પ્રથમ વિદેશી યુનિવર્સિટી છે. કેમ્પસ ચાર અંડરગ્રેજ્યુએટ બીએસસી પ્રોગ્રામ અને બે એમએસસી અભ્યાસક્રમો સાથે શરૂ થશે, જે યુકે કેમ્પસ જેવો જ અભ્યાસક્રમ અને ડિગ્રીઓ ઓફર કરશે. વિદ્યાર્થીઓ પાસે એક વર્ષ માટે યુકે અથવા મલેશિયામાં રહેવાનો વિકલ્પ પણ હશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઉધમ્પ્ટનને ૮૦૦ થી વધુ અરજીઓ મળી હતી અને તેના પ્રથમ પ્રવેશ માટે લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને ૭૫ થી વધુ ફેકલ્ટી સભ્યોની ભરતી કરવાની યોજના છે. સ્કોટલેન્ડના પ્રવેશ પછી, યુનિવર્સિટી ઓફ લિવરપૂલને બેંગલુરુમાં કેમ્પસ ખોલવા માટે યુજીસીની મંજૂરી મળી ગઈ છે.
લંડનમાં શિક્ષણ સહયોગ પર એક કાર્યક્રમમાં બોલતા ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભાર મૂકયો હતો કે યુકે ભારતના નિયમનકારી સુધારાઓ દ્વારા સર્જાયેલી તકનો લાભ લેનાર પ્રથમ દેશ છે.
ભારતીય વિદ્યાર્થીઓને આથી ઘરે યુકેનું આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવાનો લાભ મળશે. વિદેશ જવાની જરૂર નથી, ખર્ચ પણ ઓછો છે યુકેના વિદ્યાર્થીઓ જે ડિગ્રી મેળવે છે તે જ ડિગ્રી તેમના વતનમાં પણ ઉપલબ્ધ હશે. ઉદ્યોગ સંબંધિત ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટની તકો ઉપલબ્ધ થશે. (૩૮.૧૦)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
