તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th July 2025
પટાયામાં ત્રણ ભારતીયોની શરમજનક હરકત : શહેર માથે લીધું
બાર ગર્લને પૈસા આપીને હોટલમાં બોલાવી હતી : પરંતુ તેનું ફિગર જોઈને ત્રણેય ગુસ્સે થઈ ગયા : યુવતીને રૂમમાં લઇ જઇને કહયું ‘છાતી છોટી હૈ'

પટાયા, તા.૨૫: થાઈલેન્ડના પતાયા શહેરમાં ત્રણ ભારતીય પ્રવાસીઓએ શરમજનક હરકત કરી છે. ત્રણ ભારતીય પ્રવાસીઓએ વિદેશમાં ભારતીયોનું નામ બદનામ કર્યું છે. અહેવાલ અનુસાર, ત્રણ ભારતીય યુવાનોએ મોડી રાત્રે એક બાર ગર્લને પૈસા આપીને હોટલમાં બોલાવી હતી. પરંતુ તેનું ફિગર જોઈને ત્રણેય ગુસ્સે થઈ ગયા. ત્રણેય પ્રવાસીઓએ વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે તેની ‘છાતી ખૂબ નાની છે.' આ બાદ, તેમને થાઈ પોલીસને હોટેલમાં બોલાવી.
અહેવાલ અનુસાર, આ ઘટના પટાયાના સાયો બીચ-૧૧ વિસ્તારમાં બની હતી, જ્યાં ૧૮ જુલાઈની રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યે ભારતીય યુવાનોએ પોલીસને ફોન કર્યો. પછી જ્યારે પોલીસ હોટલ પહોંચી ત્યારે ત્યાં હાજર બાર ગર્લ ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તે સમજી શકતી ન હતી કે તેણે શું કર્યું છે કે પોલીસને બોલાવવામાં આવી.
રીપોર્ટ અનુસાર, નાની છાતી જોઈને ત્રણ ભારતીય પ્રવાસીઓ ગુસ્સે થઈ ગયા અને બાર ગર્લને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારબાદ વિવાદ શરૂ થયો. અહેવાલમાં જણાવ્યું છે કે બાર ગર્લની ઉંમર લગભગ ૩૫ વર્ષની છે અને તેને પોતાના નિવેદનમાં કહ્યું છે, ત્રણ ભારતીય પ્રવાસીઓ સાથે તેનો સોદો ૩૦૦૦ બાટ એટલે કે લગભગ ૭૦૦૦ ભારતીય રૂપિયામાં નક્કી થયો હતો. તેને એક હજાર બાટ અગાઉથી આપવામાં આવ્યા હતા અને પછી તે તેમની સાથે હોટેલમાં આવી હતી.
મહિલાએ જણાવ્યું કે હોટેલ પહોંચ્યા પછી, તે લોકોએ તેના શરીરને લઈને ખરાબ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. તેમને તેના શારીરિક દેખાવ પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. મહિલાએ પતાયામેઇલને જણાવ્યું કે તે છોકરાઓએ કહ્યું કે ‘તેની છાતી ખૂબ નાની છે' અને તે તેમના સ્ટાન્ડર્ડ પર ખરી નથી ઉતરતી. મહિલાએ કહ્યું કે તે કોઈ વિવાદ ઇચ્છતી નથી અને તેના બાકી પૈસા લીધા પછી ત્યાંથી જવા માંગતી હતી. પરંતુ ત્રણ ભારતીય છોકરાઓ પૈસા ઉપાડવાના બહાના બનાવીને હોટેલમાંથી બહાર આવ્યા અને તેમણે સીધા પોલીસને ફોન કર્યો. જોકે, પોલીસે બંને પક્ષોની વાત સાંભળી અને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા કહ્યું. કાનૂની કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી. અંતે, તેઓ ‘આંશિક રિફંડ' પર સંમત થયા અને કોઈએ એકબીજા સામે કેસ દાખલ કર્યો નહીં.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
