<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

ઇમામ અને પુજારીઓ વચ્‍ચે સંવાદ ચાલુ રાખવા સર્વ સંમતિ

મોહન ભાગવતે મૌલાનાઓ સાથે બેઠક યોજી : ભાગવત ઉપરાંત, સંઘના કેટલાક અન્‍ય અધિકારીઓ અને ૬૦ ઇમામ, મુફ્‌તી અને મદરેસાઓના મોહતમિમ (વાઈસ ચાન્‍સેલર) હાજર હતા : RSS એ આ બેઠકને સકારાત્‍મક ગણાવી : બેઠક સમાજના તમામ વર્ગો સાથે વ્‍યાપક સંવાદની સતત પ્રક્રિયાનો એક ભાગ છે જેથી દેશના હિતમાં દરેક વ્‍યક્‍તિ સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તે શોધી શકાય

નવી દિલ્‍હી, તા.૨૫ :  રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે ઇમામો અને મુસ્‍લિમ વિદ્વાનો સાથે બેઠક યોજી હતી, જેમાં હિન્‍દુ અને મુસ્‍લિમ સમુદાયો વચ્‍ચે સંવાદ ચાલુ રાખવા પર સંમતિ વ્‍યક્‍ત કરવામાં આવી હતી. આ બેઠકનું આયોજન હરિયાણા ભવનમાં ઓલ ઈન્‍ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઉમર અહેમદ ઈલ્‍યાસી દ્વારા કરવામાં આવ્‍યું હતું. ભાગવત ઉપરાંત, સંઘના કેટલાક અન્‍ય અધિકારીઓ અને ૬૦ ઇમામ, મુફ્‌તી અને મદરેસાઓના મોહતમિમ (વાઈસ ચાન્‍સેલર) હાજર હતા. ઇલ્‍યાસીએ કહ્યું કે આ બેઠક લગભગ સાડા ત્રણ કલાક ચાલી હતી અને તેમાં મુસ્‍લિમો સંબંધિત મુખ્‍ય રાષ્‍ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાતચીતની આ શ્રેણી ચાલુ રાખવા પર સંમતિ વ્‍યક્‍ત કરવામાં આવી હતી.

RSS એ આ બેઠકને સકારાત્‍મક ગણાવી અને કહ્યું કે તે સમાજના તમામ વર્ગો સાથે વ્‍યાપક સંવાદની સતત પ્રક્રિયાનો એક ભાગ છે જેથી દેશના હિતમાં દરેક વ્‍યક્‍તિ સાથે મળીને કેવી રીતે કામ કરી શકે તે શોધી શકાય. સંઘના રાષ્‍ટ્રીય પ્રચાર અને મીડિયા વિભાગના વડા સુનિલ આંબેકરે જણાવ્‍યું હતું કે, આ સમાજના તમામ વર્ગો સાથે વ્‍યાપક સંવાદની સતત પ્રક્રિયા છે. તેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય એ છે કે દેશના હિતમાં બધા સાથે મળીને કેવી રીતે કામ કરી શકે. આજની ચર્ચા પણ સકારાત્‍મક રહી. RSS તરફથી, ભાગવત સાથે કળષ્‍ણ ગોપાલ અને ઈન્‍દ્રેશ કુમાર સહિત ઘણા અધિકારીઓ હાજર હતા.

કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ : ઇલ્‍યાસીએ કહ્યું, મીટિંગમાં રાષ્‍ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી.ઁ એવું નક્કી કરવામાં આવ્‍યું હતું કે મંદિરો અને મસ્‍જિદો, ઇમામ અને પુજારીઓ, ગુરુકુળો અને ઁમદરેસાઓઁ વચ્‍ચે સંવાદ થવો જોઈએ. તેમના મતે, આરએસએસના વડાએ આ વિચારની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે તેમની સંસ્‍થા અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ સાથે મળીને આ સંવાદને આગળ ધપાવશે તે અંગે સર્વસંમતિ બની છે. ઇલ્‍યાસી કહે છે, દરેક મુદ્દાને ઉકેલવા માટે વાતચીત જ એકમાત્ર રસ્‍તો છે.ઁ ફક્‍ત વાતચીત જ ગેરસમજ દૂર કરી શકે છે, નફરત દૂર કરી શકે છે, સંકલન સ્‍થાપિત કરી શકે છે અને પરસ્‍પર વિશ્વાસ બનાવી શકે છે. તેમણે કહ્યું કે સંવાદને પાયાના સ્‍તરે લઈ જવા માટે, મંદિરો અને મસ્‍જિદો દ્વારા સારો સંકલન સ્‍થાપિત કરી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં હાજર ઘણા પ્રતિનિધિઓએ વકફ, સમાન નાગરિક સંહિતા અને મુસ્‍લિમોને લગતા કેટલાક અન્‍ય મુદ્દાઓ પણ ઉઠાવ્‍યા હતા.

(10:53 AM IST)