<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

SBIમાં ૫.૫૦ કરોડની લોનના કૌભાંડનો પર્દાફાશઃ પૂર્વ મેનેજરો સહિત ૧૮ની ધરપકડ

સ્‍ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્‍ચમાં બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું ૫.૫૦ કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્‍યું

દાહોદ, તા.૨૫: દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્‍યું છે. જેમાં સ્‍ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્‍ચમાં બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી અધધ કહી શકાય તેટલું ૫.૫૦ કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું બેંકની ઓડિટ રિપોર્ટમાં સામે આવ્‍યું છે. આ કૌભાંડ ગુજરાતના દાહોદમાં બનતા રાજ્‍યભરમાં ખળભળાટ મચી જવા પામ્‍યો છે.

દાહોદ માં એક પછી એક કૌભાંડ સામે આવતા દાહોદનું નામ રાજ્‍ય લેવલે નહીં પરંતુ દેશભરમાં કલંકિત થઈ રહ્યું હોય તેવું જોવાઈ રહ્યું છે. એક પછી એક કૌભાંડોની વચ્‍ચે દાહોદની SBI (state bank of india) માંથી લોન કૌભાંડ સામે આવતા હાહાકાર મચી જવા પામ્‍યો છે. આ કેસમાં બેંક મેનેજરે ફરિયાદ નોંધાવ્‍યા બાદ પોલીસે બેંક મેનેજરો અને એજન્‍ટો સહિત ૩૦ લોકો સામે કેસ નોંધ્‍યો હતો અને બંને શાખાઓના પૂર્વ મેનેજરો, બે એજન્‍ટો અને લોન ધારકો સહિત કુલ ૧૮ લોકોની ધરપકડ કરી હતી.

બ્રાન્‍ચના મેનેજર સત્તાનો દુરુપયોગ કર્યોઃ વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન SBIની મેઈન બ્રાન્‍ચના મેનેજર ગ્રુમીતસિંહ પ્રેમસિંગ બેદી હાલ રહેવાસી સમા સાવલી વડોદરાનાએ સંજય ડામોર રેહ દાહોદ તેમજ ફઇમ શેખ રહેવાસી સુરતના જોડે મેળાપીપણા કરી ગેરકાયદેસર નાણાનાસ્ત્રોત બતાવી, પોતાની સત્તાનો દુરુપયોગ કરી, બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ ૪માં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્‍લીપમાં પગાર વધારે બતાવી ૧૯ લોકોને ૪.૭૫ કરોડની લોન આપી દીધી હતી.

બ્રાન્‍ચ મેનેજર સહિત ૧૦ લોકોએ આચર્યું કૌભાંડ : આ ઉપરાંત GLK ટાવરમાં ચાલતી લ્‍ગ્‍ત્‍ની બીજી બ્રાન્‍ચના મેનેજર મનીષ વામનરાવ ગવલેએ બંને એજન્‍ટો સાથે મળી ૧૦ જેટલા વ્‍યક્‍તિઓના બનાવટી દસ્‍તાવેજો, પગાર સ્‍લીપ, બનાવી તેમને ઓન પેપર GSRTCના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી ૮૨.૭૨ લાખ રૂપિયાની લોન આપી દીધી. આ આ લોન ગોટાળામાં બેંક મેનેજરે બંને એજન્‍ટો સાથે મળી બેંકના નિયમોને નેવે મૂકી લોન આપી દીધી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ કૌભાંડમાં કેટલાક રેલ્‍વે કર્મચારીઓ એવા હતા જેમનો પગાર ઓછો હતો. તેમને તેમની પગાર સ્‍લિપમાં ખોટા આંકડા વધારીને લોન આપવામાં આવતી હતી. એટલું જ નહીં, ઘણા લોકો એવા પણ હતા કે જેની પાસે કોઈ નોકરી કે પગાર સ્‍લીપ પણ નહતી, તેમને ખોટા ડોકયુમેન્‍ટ અને બનાવટી પગાર સ્‍લિપ બનાવીને લોન આપવામાં આવતી હતી.

(10:55 AM IST)