તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Friday, 25th July 2025
૧ લાખ કરોડ રૂપિયાના રોકાણ અને ૧૦ લાખ નોકરીઓનું લક્ષ્ય
ડ્રાફ્ટ પોલિસી મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં લગભગ ૮૦ ટકા ટેલિકોમ ટાવર ફાઇબરથી સજ્જ થવાના છે : હાલમાં ૪૬ ટકા ટાવર ફાઇબરથી સજ્જ છે : રાષ્ટ્રીય ટેલિકોમ નીતિ ૨૦૨૫નો ડ્રાફટ બહાર પાડવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૨૫: સરકારે રાષ્ટ્રીય ટેલિકોમ નીતિ ૨૦૨૫નો ડ્રાફ્ટ બહાર પાડ્યો. ડ્રાફ્ટ મુજબ સરકાર ટેલિકોમ ક્ષેત્રમાં વાર્ષિક રોકાણને બમણું કરીને ૧ લાખ કરોડ રૂપિયા કરવા, ટેલિકોમ ઉત્પાદનો અને સેવાઓની નિકાસ સાથે ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને બમણું કરવા અને ૧૦ લાખ નવી નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. જાહેર કરાયેલા ડ્રાફ્ટ પોલિસીમાં આગામી ૨૧ દિવસમાં હિસ્સેદારો પાસેથી ટિપ્પણીઓ માંગવામાં આવી છે.
ડ્રાફ્ટ પોલિસીમાં પ્રસ્તાવ છે કે દેશના GDPમાં ટેલિકોમ સેક્ટરનું યોગદાન આગામી પાંચ વર્ષમાં બમણું થવું જોઈએ. ટેલિકોમ ક્ષેત્રમાં ૧૦ લાખ નવી નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત, ઉદ્યોગની ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સમાન સંખ્યામાં લોકોને ફરીથી તાલીમ આપવા અથવા કૌશલ્ય વધારવાનો પણ પ્રસ્તાવ છે.
ડ્રાફ્ટ પોલિસી મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં લગભગ ૮૦ ટકા ટેલિકોમ ટાવર ફાઇબરથી સજ્જ થવાના છે. હાલમાં ૪૬ ટકા ટાવર ફાઇબરથી સજ્જ છે. આ સાથે, ઓછામાં ઓછી ૯૦ ટકા વસ્તીને ૫ઞ્ ના દાયરામાં લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
બધા માટે સાર્વત્રિક અને અર્થપૂર્ણ કનેક્ટિવિટી પ્રદાન કરવાના તેના મિશનના ભાગ રૂપે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે ગ્રામ્ય સ્તરે તમામ સરકારી સંસ્થાઓને ઇન્ટરનેટ સાથે જોડવાનો અને દેશભરના ૧૦ કરોડ ઘરો સુધી ફિક્સ્ડપ્રલાઇન બ્રોડબેન્ડનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ મૂકયો છે.
રાષ્ટ્રીય ટેલિકોમ નીતિમાં ડિજિટલ ઇન્ડિયા ફંડ હેઠળ યોજનાઓ શરૂ કરવાની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં ફિક્સ્ડપ્રલાઇન બ્રોડબેન્ડના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કંપનીઓને પ્રોત્સાહનો આપવાની પણ દરખાસ્ત છે. નીતિ જણાવે છે કે છેલ્લા માઇલ સુધી કનેક્ટિવિટી પૂરી પાડતા નાના ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. રાષ્ટ્રીય ટેલિકોમ નીતિમાં સબમરીન કેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિયમન માટે એક સોફ્ટ રેગ્યુલેટરી ફ્રેમવર્ક સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ છે.
દેશમાં ટેલિકોમ સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, નીતિમાં ટેલિકોમ અને નેટવર્ક સાધનો ડિઝાઇન અને ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે એક સંકલિત માળખાગત સુવિધા બનાવવાનો પ્રસ્તાવ છે. આ સાથે, ટેલિકોમ અને નેટવર્ક ઉત્પાદનોના ઉત્પાદન માટે એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન સ્થાપિત કરવા માટે એક ખાસ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ડ્રાફ્ટ મુજબ, ઉદ્યોગ માટે તૈયાર પ્રતિભા પૂલ વિકસાવવા અને અત્યાધુનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ટોચની શૈક્ષણિક સંસ્થાઓ અને ભારતીય ટેકનોલોજી સંસ્થાઓમાં ૩૦ અદ્યતન સંશોધન પ્રયોગશાળાઓનું નેટવર્ક પણ સ્થાપિત કરવું જોઈએ. સુરક્ષા પગલાં વધારવા અને ભારતના ટેલિકોમ નેટવર્ક્સને ઉભરતા જોખમોથી બચાવવા માટે, ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા જોઈએ જે ક્વોન્ટમ અને ક્લાસિકલ કમ્પ્યુટર્સ બંનેથી સુરક્ષિત હોય અને હાલના કોમ્યુનિકેશન પ્રોટોકોલ અને ટેલિકોમ નેટવર્ક્સ સાથે એકીકળત રીતે કાર્ય કરી શકે. આ ઉપરાંત, સાયબર સુરક્ષાને મજબૂત બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન ર્લનિંગ ટેકનોલોજી અપનાવવાની વાત કરવામાં આવી છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
