<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

મોદી સરકારનો મોટો નિર્ણય :સરકારી કર્મચારીઓ માતા-પિતાની સંભાળ માટે 30 દિવસની રજા લઈ શકશે :પગાર પણ નહિ કપાય

એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની અર્જિત રજા, 20 દિવસની હાફ ડે રજા, 8 દિવસની આકસ્મિક રજા અને 2 દિવસની પ્રતિબંધિત રજા મળે છે.

નવી દિલ્હી :કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતા-પિતાની સંભાળ સહિતના અંગત કાર્યો માટે 30 દિવસની રજા લઈ શકશે અને તેમનો પગાર પણ કાપવામાં આવશે નહીં.

કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ 30 દિવસની રજા લઈ શકે છે, જેમાં તેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાની દેખભાળ જેવા અનેક અંગત કાર્યો પતાવી શકે છે. તેમણે જણાવ્યું કે આ રજાઓ અંગત કારણોસર પણ લઈ શકાય છે.

ડો. સિંહે વધુમાં જણાવ્યું કે કેન્દ્રીય નાગરિક સેવાઓ નિયમો 1972 હેઠળ એક કર્મચારીને દર વર્ષે 30 દિવસની અર્જિત રજા, 20 દિવસની હાફ ડે રજા, 8 દિવસની આકસ્મિક રજા અને 2 દિવસની પ્રતિબંધિત રજા મળે છે. તેમણે જણાવ્યું કે આ બધી રજાઓ અંગત કારણોસર લઈ શકાય છે.

(1:39 PM IST)