News of Friday, 25th July 2025
સંસદ પરિસરમાં વિપક્ષના જોરદાર દેખાવો : પાંચમા દિવસે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત
SIR વિરૂધ્ધ વિપક્ષનું હલ્લાબોલ : રાહુલ ગાંધી, ખડગે સહિતના નેતાઓએ કર્યો આકરો વિરોધ

નવી દિલ્હી, તા.૨૫: સંસદના ચોમાસુ સત્રનો આજે પાંચમો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં આજે પણ વિપક્ષનો હોબાળો ચાલુ છે. છેલ્લા ચાર દિવસની કાર્યવાહી પણ હોબાળાથી ખોરવાઈ ગઈ છે. બિહારમાં મતદાર યાદીના SIR પર વિપક્ષી પક્ષોના સાંસદો હોબાળો મચાવી રહ્યા છે. શાસક પક્ષે વિપક્ષના વલણ પર સવાલ ઉઠાવ્યા છે અને વિપક્ષ પર ગળહને ચાલવા ન દેવાનો આરોપ લગાવ્યો છે.
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે શુક્રવારે વિપક્ષી ઇન્ડી એલાયન્સના અનેક ઘટક પક્ષોના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષી નાયબ નેતા ગૌરવ ગોગોઈ, સમાજવાદી પાર્ટી, તળણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને અન્ય ઘણા પક્ષોના સાંસદોએ આ વિરોધમાં ભાગ લીધો.
વિપક્ષી સાંસદોએ એક મોટું બેનર પણ હાથમાં રાખ્યું હતું, જેના પર લ્ત્ય્ - લોકશાહી પર હુમલો લખેલું હતું. તેમણે 'SIR પાછો લો અને તાનાશાહી નહીં ચલેગીઁ ના નારા લગાવ્યા. વિપક્ષી સાંસદોની માંગ છે કે આ વિષય પર સંસદમાં ચર્ચા થવી જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સરકાર ગરીબોના મતદાનનો અધિકાર છીનવી લેવા માંગે છે અને માત્ર થોડા ઉચ્ચ વર્ગના લોકોને મતદાનનો અધિકાર આપવા માંગે છે. તેમણે કહ્યું કે આવા પગલાથી લોકશાહીને નુકસાન થાય છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર બંધારણ હેઠળ કામ કરી રહી નથી.
સપા સાંસદ ડિમ્પલ યાદવે ચૂંટણી પંચ પર મનસ્વી રીતે કામ કરવાનો અને સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સમગ્ર વિપક્ષ એક થયો છે, કારણ કે કયાંક આપણે બધા જોઈ શકીએ છીએ કે ચૂંટણી પંચ મનસ્વી રીતે કામ કરી રહ્યું છે અને સરકારના ઈશારે કામ કરી રહ્યું છે. આ સરકાર દેશની લોકશાહી વ્યવસ્થાનો નાશ કરી રહી છે... જો ચૂંટણી પંચને આ કરવાનું હતું, તો તેણે તે પહેલા કરવું જોઈતું હતું. તેઓ ચૂંટણી પહેલા જ આ કેમ કરી રહ્યા છે? લગભગ ૫૦ લાખ મતદારો પ્રભાવિત થશે અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા નથી.
અભિનયની દુનિયામાંથી રાજકારણમાં આવેલા કમલ હાસને રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. તેઓ ઉપલા ગળહમાં તમિલનાડુનું પ્રતિનિધિત્વ કરશે. સવારે ૧૧ વાગ્યે બેઠક શરૂ થઈ ત્યારે, મક્કલ નિધિ મય્યમ (MNM) ના વડા કમલ હાસન અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ના રાજાથી, એસ આર શિવલિંગમ અને પી વિલ્સને ઉપલા ગળહના સભ્ય તરીકે શપથ લીધા. તે બધાએ તમિલમાં શપથ લીધા.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
