<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

પૂર અને ભૂસ્‍ખલન આપદાઓને કારણે રેલવેને રૂ.૨૦૦ કરોડનું ભારે નુકસાનઃ રેલવે મંત્રી

નવી દિલ્‍હી, તા.૨૪: ભારતીય રેલવે દેશમાં નેટવર્કને વિસ્‍તળત કરવા સતત પ્રયાસ કરી રહી છે. પૂર્વોત્તર રાજ્‍યોમાં પણ રેલ સેવા પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે, પરંતુ પૂર અને ભૂસ્‍ખલન જેવી કુદરતી આપદાઓને કારણે આ કામગીરી સતત પ્રભાવિત થઈ રહી છે. આ અવરોધોને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતીય રેલવેને ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે, એમ રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવે માહિતી આપી છે.

લોકસભામાં જવાબ આપતી વખતે રેલ મંત્રીએ કહ્યું હતું કે રેલવે પ્રોજેક્‍ટોના ડિઝાઇન અને તેના અમલ દરમિયાન પૂર્વોત્તર રાજ્‍યોની ભૌગોલિક સ્‍થિતિ અને તેના અભાવોનો હંમેશાં વિચાર કરવામાં આવે છે. સંસદમાં તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પૂર, ભૂસ્‍ખલન વગેરે કારણોસર પૂર્વોત્તર સીમાંત રેલવેમાં રેલવેના પાટા અને બાંધકામોને નુક્‍સાન થયું છે, જેના કુલ આકલન મુજબ નુકસાન ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. પૂર્વોત્તર વિસ્‍તારનું ભૂવૈજ્ઞાનિક સ્‍વરૂપ એવું છે કે ત્‍યાં ભૂસ્‍ખલન થવાનું જોખમ વધુ છે

(4:56 PM IST)