તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 25th July 2025
મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં પચાસ કરોડનું 39 કિલો એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું : ત્રણ આરોપીઓની ધરપકડ
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા

મુંબઈ: રાયગડ જિલ્લામાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાંથી બુધવારે 88.92 કરોડ રૂપિયાના કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર જણની ધરપકડ કરાયા બાદ હવે જળગાંવ જિલ્લામાં પચાસ કરોડનું એમ્ફેટામાઇન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. આ પ્રકરણે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે.
પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીને આધારે ગુરુવારે રાતે ચાલીસગાંવ ખાતે નેશનલ હાઇવે પર કારને આંતરી હતી. કારની તલાશી લેવામાં આવતાં પચાસ કરોડ રૂપિયાની કિંમતનું 39 કિલો એમ્ફેટામાઇન ડ્રગ્સ મળ્યું હતું.
પ્રતિબંધિત ડ્રગ્સ દિલ્હીથી ઇન્દોર, ધુળે, ચાલીસગાંવ અને છત્રપતિ સંભાજીનગર થઇને બેંગલુરુ લઇ જવામાં આવી રહ્યું હતું. બેંગલુરુમાં ડ્રગ્સ કઇ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવવાનું હતું, તેને ઓળખી કાઢવા પોલીસની વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાયગડ જિલ્લાના મહાડ એમઆઇડીસી વિસ્તારના જીતે ગામમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં પોલીસ ટીમે બુધવારે રેઇડ પાડીને 88.92 કરોડનું કેટામાઇન ડ્રગ્સ પકડી પાડ્યું હતું. પોલીસે ત્યાંથી ચાર જણને ઝડપી પાડ્યા હતા, જેમની ઓળખ મચ્છીન્દ્ર ભોસલે, સુશાંત પાટીલ, શુભમ સુતાર અને રોહન ગવસ તરીકે થઇ હતી.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
