તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 26th July 2025
પહેલી પત્ની ઘરમાં હતી, બીજી પત્ની ક્રેન લઈને પતિના ઘરમાં ઘૂસીઃ મચાવ્યું તોફાન!
એક મહિલા ક્રેનનો ઉપયોગ કરીને તેના પતિના ઘરમાં ઘૂસી ગઈઃ સમગ્ર ઘટનાને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા

મુંબઈ,તા.૨૬: મીરા રોડના અપના ઘરમાં એક લાંબી ક્રેનની મદદથી મહિલા તેના પતિના ઘરમાં ઘૂસી ગઈ. જ્યારે વિવાદ વધી ગયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે મહિલા ભાગી ગઈ, પરંતુ અપના ઘરનો આ બનાવ સમગ્ર મીરા રોડમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
મળતી માહિતી મુજબ, શારગુલ ખાનને બે પત્નીઓ હતી. જ્યારે આ ઘટના બની ત્યારે તે તેની પત્ની રોશની સાથે ત્રીજા માળે આવેલા ફ્લેટમાં હાજર હતો. બીજી પત્ની શીતલ ક્રેન લઈને ઘૂસી ગઈ અને રોશનીને માર માર્યો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફ્લેટ રોશનીના નામે છે. બીજી પત્ની શીતલ આ ફ્લેટ પર પોતાનો હક હોય એવો દાવો કરી રહી છે. અને આ દાવાને લઈને જ બંન્ને પત્નિ વચ્ચે લાંબા સમયથી વિવાદ સર્જાયો હતો.
આરોપ છે કે પ્રવેશતાની સાથે જ તેણે રોશનીને માર માર્યો અને તેને ઘરની બહાર કાઢી મૂકી. પોલીસના જણાવ્યા અનુસાર કાશીગાંવ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ તોગડવારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં આરોપી મહિલા શીતલ, ક્રેન ડ્રાઇવર અને અન્ય ચાર સહાયકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું પણ બહાર આવ્યું છે કે શીતલને ખબર હતી કે થોડા મહિના પહેલા શારગુલે એસી લગાવવા માટે ક્રેન મંગાવ્યું હતું. શીતલ તેના પતિના આઇડિયાને અપનાવીને ક્રેન દ્વારા ફ્લેટમાં -વેશી હતી. મીરા રોડની સોસાયટીમાં એક પતિની બે પત્નીઓ વચ્ચેનો આ વિવાદ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
