<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

એક વર્ષના બાળકે કોબ્રાને દાંતથી કરડયોઃ સાપ મરી ગયો

બિહારમાં ચોંકાવનારી ઘટના

બેતિયાહ,તા.૨૬: પヘમિ ચંપારણ જિલ્લાના મજૌલિયા બ્‍લોક હેઠળના મોહછી બાંકટવા ગામમાં અદ્‌ભૂત ઘટના બની હતી. બાળકને બેભાન અવસ્‍થામાં મજૌલિયા પીએચસીમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ત્‍યાં પ્રાથમિક સારવાર આપ્‍યા પછી તેને બેતિયાની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ માં રિફર કરવામાં આવ્‍યા. મળતી માહિતી મુજબ, સુનિલ સાહનો એક વર્ષનો પુત્ર ગોવિંદા શુક્રવારે બપોરે તેના ઘરમાં રમી રહ્યો હતો. દાદી માતેશ્રી દેવીએ જણાવ્‍યું કે આ દરમિયાન ઘરમાં બે ફૂટ લાંબો કોબ્રા સાપ દેખાયો. માસૂમ બાળકે સાપને રમકડું સમજીને પકડી લીધો. પછી તેણે તેને દાંતથી કરડ્‍યું. કોબ્રા તરત જ મળત્‍યુ પામ્‍યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકે સાપને પણ બે ટુકડા કરી નાખ્‍યો હતો.

બેતિયાહ સ્‍થિત જીએમસીએચ હોસ્‍પિટલના ડેપ્‍યુટી સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. દિવાકાંત મિશ્રાએ જણાવ્‍યું હતું કે બાળકમાં ઝેરના કોઈ લક્ષણો નથી. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. બાળકની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ પરિવારના સભ્‍યો ડરી ગયા. તે જ સમયે, બાળકના કરડવાથી સાપના મળત્‍યુ પર લોકો આヘર્ય વ્‍યક્‍ત કરી રહ્યા છે

(10:09 AM IST)