<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

સસરાએ પુત્રવધૂની બંને આંખો કાઢી નાખી અને તેનું નાક પણ કાપી નાખ્યું

ગયામાં એક સસરાનો ક્રૂર ચહેરો સામે આવ્યોઃ ભોજન પીરસવામાં વિલંબને લઈને વિવાદ

ગયા તા.૨૬: બિહારના ગયામાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સસરાએ પુત્રવધૂની બંને આંખો કાઢી નાખી. સસરાએ પુત્રવધૂ પર એવી રીતે ત્રાસ ગુજાર્યો કે તે હવે જોઈ શકશે નહીં. એટલું જ નહીં, તેણે તેનું નાક પણ કાપી નાખ્યું. આ વિવાદ ફકત ભોજન પીરસવામાં વિલંબને લઈને હોવાનું કહેવાય છે.

ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપી સસરો ઘરેથી ભાગી ગયો છે. આ ઘટના રોશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઇટવા ગામની છે. ઘાયલ મહિલાની ઓળખ લાલો દેવી (૩૫ વર્ષ) તરીકે થઈ છે, જે ઇટવા ગામના રવિન્દ્ર ચૌધરીની પત્ની છે.

રોશનગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનુજ રાજાએ જણાવ્યું હતું કે, ૅઇટવા ગામ મારા પોલીસ સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર આવેલું છે. મને આ ઘટનાની જાણ નથી. પરિવારે પોલીસ સ્ટેશન કે ડાયલ ૧૧૨ પોલીસ ટીમને કોઈ માહિતી આપી નથી. પોલીસ સ્ટેશનને અત્યાર સુધી કોઈ મૌખિક કે લેખિત માહિતી મળી નથી. પરંતુ અમે અમારા સ્તરે માહિતી એકત્રિત કરીશું.

મળતી માહિતી મુજબ, સસરાએ લાલો દેવી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને તેની બંને આંખોને નુકસાન પહોંચાડ્યું હતું. પુત્રવધૂનો એકમાત્ર વાંક એ હતો કે તે ભોજન પીરસવામાં મોડી પડી હતી. તેના પર એવી રીતે હુમલો કરવામાં આવ્યો હતો કે તેનું નાક પણ કપાઈ ગયું હતું. શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ હતી.

ઘાયલ લાલો દેવીને તાત્કાલિક સારવાર માટે બાંકે બજાર આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોકટરોએ -ાથમિક સારવાર આપ્યા બાદ, તેણીના સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે તેણીને ગાયજીની અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. મહિલાની હાલત સારી નથી

(12:25 PM IST)